Published By : Patel Shital
- માત્ર 19 વર્ષની ઉંમરથી ગુન્હાઓની દુનિયામાં પ્રવેશનાર અતિક 120 કરતાં વધુ ગંભીર ગુન્હામાં સામેલ…
- ક્રાઇમ અને પોલિટિક્સનું કોમ્બિનેશન અતિક પુર્વ ધારાસભ્ય…
- ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે હુંકાર કરતાં જણાવ્યું કે અતિક અહમદકો મિટ્ટીમે મિલા દેંગે…
આ ઉમેશ પાલ હત્યા પ્રકરણનો મુખ્ય સૂત્રધાર અતિક અહમદ કોણ છે ? અને તે કેટલો ખુંખાર છે અને તેની ગુન્હાની દુનિયાથી રાજકીય સફર જોતા માફિયા રાજકારણી અતિક સામે 120 કરતાં વધુ ખૂન, ધાડ, અપહરણ, ખંડણી અને ઠગાઈના ગુન્હા નોંધાયા છે. અતિક 19 વર્ષનો હતો ત્યારથી જ આતિકની ક્રાઇમ સફર શરૂ થઈ ગઇ હતી. ઉત્તર પ્રદેશમા 1986થી અમલમા આવેલ ગેંગસ્ટર એક્ટ અમલમાં આવતા સૌથી પહેલો કેસ અતિક સામે થયો હતો. અતિકે 1980ના સમયમા પોતાનું ક્રાઇમ નેટવર્ક ઉભુ કરી દીધુ હતુ. અલ્હાબાદમાં તેનો ખોફ પણ ખૂબ હતો. 1980માં અલ્હાબાદ પશ્ચિમ બેઠક પર ચૂંટણી જીતી તે ધારાસભ્ય બન્યો હતો. 1991અને 1993માં પણ અપક્ષ ધારાસભ્ય બન્યો. મુલાયમસિંહ યાદવની નજીક આવ્યો હતો અને સપાના ઉમેદવાર તરીકે ચોથી વાર ધારાસભ્ય બન્યો ત્યાર બાદ મુલાયમ સાથે અણબનાવ થતા અપના દલનો પ્રમૂખ બન્યો. મુલાયમ સાથે મનમેળ થતા 2004માં ફૂલપુરની બેઠક પર સપાના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી જીતી ગયા. તેની વિધાનસભાની ખાલી પડેલી બેઠક પર બસપાએ 2002 રાજુપાલને ટિકિટ આપી જેણે અતિકના ભાઇ મોહમદ અશરફને હરાવતા અતિક ગુસ્સે ભરાયો હતો અને તેણે રાજુપાલની જાહેરમાં હત્યા કરાવી દીધી હતી. ત્યાર બાદ માયાવતી એ રાજુ પાલની વિધવા પૂજાને ટિકિટ આપી જેણે 2007માં અતિકના ભાઈને હરાવ્યો હતો. અને 2012માં અતિક ને પણ હરાવ્યો હતો. આમ અતિકના રાજકીય મુળિયા હલી ગયા હતા તેવામાં ભાજપનું અને યોગી આદિત્યનાથનુ વર્ચસ્વ વધતા અતિક અહમદ ભુસાઈ જાય તેવી પરિસ્થતિ ઉભી થઇ પરંતું અતિક પાસે 200 કરતાં વધુ પગારદાર ગુંડાઓની ગેંગ હજી પણ સક્રિય છે આ ગેંગ જ રાજુ પાલ ની હત્યાના કેસના મુખ્ય સાક્ષી ઉમેશ પાલની તાજેતરમા થયેલ હત્યામાં સામેલ હતી. જો કે અતીક અહમદ સાબરમતી જેલમાંથી ગેંગ ઓપરેટ કરતો હોવાનું જણાયુ છે.