ભરૂચ શહેરમાં ખાબકેલ ભારે વરસાદને પગલે ભરૂચના સ્ટેશનથી આશ્રય સોસાયટીને જોડતો ગોદી રોડ ધોવાઇ જતા તેના પેચવર્ક કરવાની માંગ સાથે રીક્ષા એસોસિએશનના આગેવાનોએ ખાડામાં બેસી વિરોધ નોંધાવ્યો હતો

દર ચોમાસાની સિઝનમાં ભરૂચ શહેરમાં આવેલ વિવિધ માર્ગો ધોવાઇ જતા હોવાથી બિસ્માર બનતા હોય છે હાલમાં પણ ખાબકેલા વરસાદને પગલે કેટલાક માર્ગો બિસ્માર બન્યા છે જેમાં સ્ટેશન સર્કલથી નારી કેન્દ્ર સુધીનો જાહેર માર્ગ તળાવમાં ફેરવાયો છે જેને પગલે રીક્ષા ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે ખખડધજ માર્ગ ઉપરથી પસાર થતા રીક્ષા ચાલકોએ કમરનો દુખાવો તેમજ રીક્ષાને નુકશાન થતું હોવાના આક્ષેપ કરાયા છે આજરોજ જય ભારત ઓટો રીક્ષા એસોસિએશન પ્રમુખ આબિદ મિર્ઝા સહીત રીક્ષા ચાલકોએ ખાડામાં બેસી વિરોધ નોંધાવ્યો હતો અને શાસક પક્ષ સાથે વિપક્ષ પણ ઊંઘતું હોવાના આક્ષેપ કર્યા છે ત્યારે વહેલી તકે માર્ગોનું પેચવર્ક કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.