Published by : Anu Shukla
- સારોદથી કોરા કાવલી જતી માઇનોર કેનાલમાં ગાબડું પડતા નવી નગરી વિસ્તાર બેટમાં ફેરવાયો
- વારંવાર કેનાલો તૂટી જવાની ઘટનામાં સિંચાઈ વિભાગની ઉદાસીન નીતિ જવાબદાર હોવાના આક્ષેપ
જંબુસર તાલુકામાં સારોદથી કોરા કાવલી ગામને જતી માઇનોર નહેરમાં ગાબડું પડતા કાવલી ગામની નવી નગરીમાં ભાર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

જંબુસર તાલુકામાં નર્મદા નિગમની નહેર મારફતે ખેડૂતોને સિંચાઈ અંતે પાણી પૂરું પાડવામાં આવે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી જર્જરિત કેનલોના સમારકામના અભાવે કેનલોમાં ગાબડા પડવાની ઘટનામાં વધારો થયો છે.ત્યારે આજરોજ જંબુસર તાલુકામાંથી પસાર થતી નર્મદા નિગમની નહેરની સારોદથી કોરા કાવલી ગામ જતી માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું છે જેને પગલે કાવલી ગામના અનેક વિસ્તારમાં કેનાલના પાણી ફરી વળ્યા છે ગામની નવી નગરીમાં તો જાણે ભાર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે સાથે ગામની આજુબાજુમાં પણ પાણીનો ભરાવો થતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે ખેતરોમાં જવાના રસ્તા પાણીમાં ગરક થઇ ગયા છે જંબુસર નર્મદા નિગમના અધિકારીઓની બેદરકારી સામે આવી રહી હોવાના આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે ત્યારે તાલુકા પંચાયતના પ્રમુખના પતિ અજિતસિંહ રૂપસિંહ સિંધાએ અધિકારીઓને વારંવાર મૌખિક રજૂઆત કરવા છતાં તેઓ દ્વારા પગલા નહિ ભરવાને પગલે ખેડૂતો સાથે ગ્રામજનોએ હેરાન થવાનો વારો આવતો હોવાના આક્ષેપ કર્યા છે.




