Published By : Patel Shital
- આવનાર મે માસમાં ગરમીનો પ્રકોપ કેવો હશે તે વિચારવું રહ્યું…?
વર્ષ 2023 નો ફેબ્રુઆરી માસ 200 વર્ષ પછી સૌથી વધુ ગરમ સાબિત થયો છે. વર્ષ 1877 બાદ આ વર્ષે સૌથી વધુ આકરી ગરમી વરતાઈ છે. તે સાથે આવનારા દિવસોમાં ગરમીનો કોપ વધે તેવી આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે મે માસમાં ગરમીનો પ્રકોપ કેવો હશે તે વિચારવું રહ્યું. ભરૂચ જિલ્લામાં પણ હાલના દિવસોમાં ગરમી 36 ડિગ્રી કરતા વધુ નોંધાઇ રહી છે..
આવનારા દિવસોમાં દેશમાં ભારે ગરમીનો પ્રકોપ અનુભવાય તેવી આગાહી કરવામાં આવી રહી છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ ઉનાળામાં દેશના મધ્ય અને ઉત્તર પશ્ચિમ વિસ્તારો સામાન્ય કરતા ઉંચું તાપમાન અનુભવે તેવી સંભાવના છે. આ બાબતે હવામાન વિભાગના હાઇડ્રોમેટ એન્ડ એગ્રોમેટ એડવાઈઝરી સર્વિસિઝના એસ. સી. ભાણે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે માર્ચ માસમાં હિટ વેવ સર્જાય તેવી શક્યતા ખૂબ ઓછી છે પરંતું એપ્રિલ અને મે માસમાં દેશના મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા વિસ્તારોમા હિટ વેવ જણાશે જે દર વર્ષ કરતાં વધુ ખતરનાક સાબિત થઇ શકે છે. સાથે જ એમ પણ જણાવવામાં આવ્યું કે વર્ષ 1877 પછી આ વર્ષનો ફેબ્રુઆરી માસ સૌથી વધુ ગરમ જણાયો છે. સાથે જ પત્રકાર પરિષદમા એમ પણ જણાવાયું હતું કે આપણે ગ્લોબલ વોર્મિંગના યુગમાં જીવી રહ્યા છીએ.