Published by : Vanshika Gor
- અવારનવાર નગર પાલિકામાં રજૂઆત છતાં સુવિધા નહિ આપવામાં આવતા રહીશોમાં રોષ
- વહેલી તકે યોગ્ય પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠી
ભરૂચ શહેરમાં આવેલ ધોળીકુઈ મચ્છી માર્કેટમાં ગંદકી અને પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકો હેરાન પરેશાન થઇ ઉઠ્યા છે.છેલ્લા ઘણા સમયથી વિકાસની વાતો વચ્ચે ભરૂચ શહેરના ધોળીકુઈ મચ્છી માર્કેટમાં સુવિધાના નામે મીંડુ હોવાની બુમો ઉઠી છે.
સ્થાનિકો રોડ રસ્તા,ગંદકી અને પ્રાથમિક સુવિધાને લઇ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ અંગે અનેકવાર સ્થાનિક નગર સેવકો તેમજ નગર પાલિકા તંત્રમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ તંત્રની ઉદાસીનતાને પગલે રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વહેલી તકે તંત્ર વિકાસનો રથ આ વિસ્તારમાં ફેરવી વિકાસ કરે તેવી માંગ ઉઠવા પામી છે ત્યારે તંત્ર પોતાની આળસ ખંખેરી યોગ્ય પગલા ભારે તે અત્યંત જરૂરી છે.