Published by : Rana Kajal
દેશના નાગાલેન્ડ માટે વિધાનસભાની ચુંટણી ખૂબ મહત્વની છે. કારણકે નાગાલેન્ડ ની વિધાનસભામાં પ્રથમ વખત મહિલા ધારાસભ્ય ચૂંટાયા છે. જેમનું નામ છે હેકાની જાખાલું…ભાજપના સહયોગી એવા એનડીપીપીએ દીમાપુર-3 બેઠક પરથી હેકાની જાખાલુને ટિકિટ આપી હતી અને તેઓ જીત્યા છે. અલગ રાજ્યનો દરજ્જો મળ્યાના 60 વર્ષ બાદ નાગાલેન્ડને પ્રથમ મહિલા ધારાસભ્ય મળી છે. તે બાબત મહત્વની છે.
ચૂંટણીના પ્રચારમાં ભાજપ અને તેના સહયોગીઓએ મહિલાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું હતુ. પ્રથમ વખત આટલી સંખ્યામાં મહિલા ઉમેદવારોને ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવી હતી હેકાની જાખાલુ અંગે વિગતે જોતાહેકાની જાખાલુ વ્યવસાયે વકીલ છે. તેઓ તેમના સમર્થકોમાં એક કાર્યકર તરીકે પણ ઓળખાય છે. તેઓ સામાજિક કાર્યકર તરીકે આગવી ઓળખ ધરાવે છે અંધ શ્રધ્ધા અને ફૂરિવાજો સામે તેમણે વખતો વખત આંદોલનો પણ કર્યાં હતાં.આ પ્રથમ મહીલા ધારાસભ્ય મહિલાઓના હીતો જાળવવા માટે વિધાન સભામાં પણ અવાજ ઉઠાવશે એમ જણાઈ રહ્યું છે . રાષ્ટ્રવાદી ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી, મુખ્ય પ્રધાન નેફિયુ રિયોની આગેવાની હેઠળ, 2018 માં છેલ્લી ચૂંટણીથી ભાજપ સાથે જોડાણમાં છે. ગઠબંધનને ગત ચૂંટણીમાં 30 બેઠકો મળી હતી, જ્યારે NPFને 26 બેઠકો મળી હતી..