Sunday, June 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે 108 એમ્બ્યુલન્સની એપ લોન્ચ કરી…

ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે 108 એમ્બ્યુલન્સની એપ લોન્ચ કરી…

Published by : Vanshika Gor

દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બનેલી 108 સેવાને વધુ સુગમ બનાવવા 108 મોબાઈલ સિટિઝન એપ્લિકેશનનું લોન્ચિંગ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. 108 ઈમરજન્સી સેવાની સ્ટેટ ઓફ-ધિ-આર્ટ ટેકનોલોજીના વધુ સરળીકરણ માટે Android અને ios 108 સીટીઝન મોબાઈલ એપ કાર્યાન્વિત કરવામાં આવી છે. 108 મોબાઈલ એપ ગુજરાત, અંગ્રેજી અને હિન્દી એમ ત્રણેય ભાષામાં ઉપલબ્ધ રહેશે.

108 સીટીઝન મોબાઈલ એપમાં ફોન કોલ કાર્ય સિવાય પણ લોકો દ્વારા નજીકની ઉપલબ્ધ એમ્બ્યુલન્સને પસંદ કરી ઘટના સ્થળે બોલાવી શકાય છે. કોલ કરનાર વ્યક્તિ અને ઘટના સ્થળની લેટ-લોંગ સહિત સચોટ માહિતી માહિત ગુગલ-મેપમાં જીવંત ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરમાં મળી જાય છે.

કોલ કરનાર વ્યક્તિ અને ધટના સ્થળની માહિતી મળી શકશે તો 108 ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા ઘટના સ્થળની માહિતી જે તે લોકેશનની એમ્બ્યુલન્સને આપવામાં સમય વ્યતીત નહિ થવાથી દર્દી સુધી ઝડપથી એમ્બ્યુલન્સ પહોંચી તાત્કાલિક સેવા આપી લાઈફ સેવિંગની કામગીરી કરી શકશે.

એપ્લિકેશનમાં 7000 કરતા વધુ સરકારી અને ખાનગી હોસ્પિટલ ઉપલબ્ધ
108 સીટીઝન મોબાઈલ એપમાં 7000 કરતા પણ વધુ સરકારી અને ખાનગી હોસ્પિટલ તેમાં ઉપલબ્ધ સુવિધા અને સ્પેશ્યાલીટીની અદ્યતન માહિતી ઉપલબ્ધ છે જે લોકો દ્વારા જાતે સર્ચ કરી યોગ્ય નજીકની હોસ્પિટલ પસંદ કરી શકાશે.

ખાસ કરીને પ્રસુતા માતા અને બાળક માટે ઉપલબ્ધ નિઃશુલ્ક સારવારની સેવા અને સુવિધા પૂરી પાડતી ૨૪ કલાક ડીલીવરી સેવા આપતી મહત્વની સરકારી , ખાનગી હોસ્પિટલો, SNCU હોસ્પિટલો, બાલ સખા હોસ્પિટલો અને બ્લડ બેંક અને ઉપલબ્ધ બ્લડ ગ્રુપની માહિતી વગેરે સરળતાથી મેળવી શકાશે.

108 સેવાના લાભાર્થી દ્વારા વિવિધ સમયે આ સેવાનો જેટલી વાર ઉપયોગ કર્યો હોય તે તમામ માહિતી મોબાઈલ એપ યુઝર પ્રોફાઈલમાં ઉપલબ્ધ રહેશે તે પ્રકારની વ્યવસ્થા મોબાઈલ એપમાં ઉપલબ્ધ છે.મોબાઇલ એપમાં બ્લડબેંક, ખાનગી હોસ્પિટલ, બાળકોની હોસ્પિટલ, નિહશુલ્ક સારવાર સેવાઓ મોબાઈલ ઓપમાં રૂટ મેપ, અંદાજીત સમય પણ જોવા મળશે એમ્બ્યુલન્સ ના કર્મચારીનો નંબર પણ ઉપલબ્ધ હશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!