Published by : Vanshika Gor
ભાડેથી વાહનો મેળવ્યા બાદ વાહનોને બારોબાર ગીરવે / વેચી નાખવાના ગુનામાં પકડાયેલ આરોપીઓના પોલીસ કસ્ટડીના રીમાન્ડ દરમ્યાન આરોપીઓએ સગેવગે કરેલ કુલ-૮૪ ફોરવ્હીલ ગાડીઓ ક્રાઇમ બ્રાન્ચ વડોદરા દ્વારા રીકવર કરવામાં આવી છે.
વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ગત તા.૩૧/૧૨/૨૦૨૨ના રોજ દાખલ થયેલ ઇ.પી.કો.કલમ ૪૦૬,૪૨૦,૧૨૦(બી) મુજબના ગુનાની તપાસ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને આપવામાં આવેલ. જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની અલગ અલગ ટીમો બનાવી ગુનાની તપાસ કરવામા આવેલ અને આ ગુનામા સંડોવાયેલ આરોપીઓ દિપક પ્રવિણભાઇ રૈયાણી રહે. સુરત અને મનીષ અશોકભાઇ હરસોરા રહે.વડોદરાને શોધી કાઢી ગુનાના કામે અટક કરી નામદાર કોર્ટમાંથી પ્રથમ દિન-૦૯ ના રીમાન્ડ ત્યારબાદ દિન-૦૨ ના વધુ રીમાન્ડ મેળવી આરોપીઓની પોલીસ કસ્ટડીમા પુછપરછ કરવામા આવેલ હતી.
આ આરોપીઓની પોલીસ કસ્ટડીની પુછપરછ દરમ્યાન હકિકત જણાઇ આવેલ કે આ ગુનાના આરોપી મનીષ હરસોરાએ વડોદરા ખાતેથી ફરીયાદી તથા સાહેદોને લોભામણી લાલચો આપી વાહનો ભાડે ફેરવવા માટે મેળવી તમામ વાહનો દિપક પ્રવિણભાઇ રૈયાણીને બારોબાર પહોચતા કરી બન્ને આરોપીઓએ એકબીજા સાથે મેળાપીપણુ કરી ભાડે ફેરવવા મેળવેલ વાહનોને વાહનોના માલીકોની જાણ બહાર સુરત, મહેસાણા તથા મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર, ધુલીયા વિગેરે સ્થળોએ અલગ અલગ વ્યક્તિઓને ગિરવે આપી દિધેલ, જે પેટે આરોપીઓએ ગિરવે રાખનાર વ્યક્તિઓ પાસેથી મોટો આર્થિક લાભ મેળવેલ.આરોપીઓએ આ સગેવગે કરેલ વાહનો પૈકી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ સુધી કુલ-૮૪ વાહનો કિં.રૂ.૫,૫૩,૦૧,૦૦૦/- નો મુદ્દામાલ સુરત, મહેસાણા તથા મહારાષ્ટ્ર ખાતે પોલીસની ટીમો મોકલી પરત કબ્જે કરાયો છે . આ ફોરવ્હીલ વાહનોમાં મારૂતી કંપનીની ગાડીઓ અર્ટીગા, સ્વીફટ, બલેનો, ઇક્કો, બ્રેઝા, વેગનાર, સેલેરીયો, એસ-પ્રેસો, એસ-ક્રોષ તેમજ હુન્ડઇ કંપનીની ફોરવ્હીલ વાહનો આઇ-૨૦, આઇ-૧૦, વેન્યુ અને ટોયોટો કંપનીની ઇનોવા વિગેરે ગાડીઓ રીકવર કરવામા આવી છે.
હાલમા આરોપીઓ તા.૦૬/૦૩/૨૦૨૩ સુધી પોલીસ કસ્ટડીના રીમાન્ડ ઉપર હોઈ આરોપીઓની વિશેષ પુછપરછ જારી રાખેલ છે. આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એફ.ચૌધરી, પોલીસ ઇન્સપેકટર એચ.આઇ.ભાટી, પો.સ.ઇ. સી.ડી.યાદવ પો.સ.ઇ. એસ.એમ.પાંચીયા તથા સ્ટાફના વિક્રમસિંહ, ભરતભાઇ, અબ્દુલભાઇ, દુષ્યંતભાઇ, ધર્મેદ્રસિંહ, સુરેશભાઇ, સિધ્ધરાજસિંહ, જયવિરસિંહ, કુલદિપસિંહ દ્વારા કામગીરી કરવામાં આવી હતી અને આ તમામ ગાડીઓ રિકવર કરવામાં આવી છે.