Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNARMADAકેમ ઉજવાય છે આંતરાષ્ટ્રીય મહિલા દિવસ અને આદિવાસી નર્મદા જિલ્લામાં મહત્વના પદોનું...

કેમ ઉજવાય છે આંતરાષ્ટ્રીય મહિલા દિવસ અને આદિવાસી નર્મદા જિલ્લામાં મહત્વના પદોનું સુકાન સંભળાતી નારીઓ વિશે જાણો

Published by : Rana Kajal

  • અભી જમી મેં નીવ ભરી હૈ, શીશ મહલ બનના બાકી હૈ, અભી તો સિર્ફ પંખ ખોલે હૈ, ઉંચી ઉડાન ભરની તો બાકી હૈ
  • રમતક્ષેત્રે આગેકુચ કરી રાષ્ટ્રીયકક્ષાની જિમ્નાસ્ટિક ટ્રેમ્પોલીનમાં મેડલ હાંસલ કરતી નર્મદા જિલ્લાની ગૌરવસમી આદિવાસી સમાજની દીકરીઓ
  • મહારાષ્ટ્ર ખાતે આયોજિત રાષ્ટ્રીયકક્ષાની ટ્રેમ્પોલીન રમતમાં પોતાની પ્રતિભાની ઝલક દેખાડતી દીકરી માનસી અને ફલક
  • માનસીની સંઘર્ષથી સફળતાની કહાની અતિવિશેષ : માતા-પિતાની છત્રછાયા ગુમાવ્યા બાદ પોતાની દ્રઢ સંકલ્પશક્તિથી રમતક્ષેત્રે ઝળકી
  • નર્મદા જિલ્લા કલેકટર, નંદોદ ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખનું સુકાન સંભાળતી 3 નારી શક્તિઓ

“યત્ર નાર્યાસ્તુ પૂજ્યંતે, રમંતે તત્ર દેવતા:” અર્થાત જ્યાં નારીશક્તિની પુજા ત્યાં દેવોનો વાસ. ભારતીય સંસ્કૃતિમાં નારી સન્માનને ખુબ મહત્વ આપવામાં આવ્યું છે. મહિલા સશક્તિકરણને દેશની તાકાત બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દુરંદેશીતાપૂર્ણ વિચાર અને આગેકૂચનું સફળ પરિણામ ગુજરાત સહિત નર્મદા જિલ્લાને પણ મળી રહ્યુ છે. મહિલા સંદર્ભે ચર્ચા કરવાનું કારણ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી છે.

જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુષા વસાવા

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ટૂંકો પરિચય

નારી ઉત્કર્ષ માટે લોકજાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી દર વર્ષે 8 મી માર્ચે ઉજવાતા “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” ની ઉજવણી પાછળના ઇતિહાસની ટૂંકમાં ચર્ચા કરીએ તો આ દિવસની ઉજવણીનું બીજ સૌ પ્રથમ અમેરિકામાં વર્ષ 1908 માં રોપાયુ હતુ. 15000 થી વધુ મહિલાઓએ કામના કલાકો, પગાર અને મતાધિકારની માગ સાથે ન્યૂયોર્ક સિટીમાં કૂચ કરી હતી. આ દિવસને અમેરિકાની સમાજવાદી પાર્ટીએ વર્ષ 1909 માં રાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. તે સિવાય જર્મની, ડેન્માર્ક અને સ્વિટઝર્લેન્ડમાં પણ આ દિવસની ઉજવણી કરાઈ હતી. જો કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વર્ષ 1975માં “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” ની ઉજવણીની સત્તાવાર જાહેરાત કરાઈ હતી. આ વર્ષની થીમ “ડિઝિટ ઓલ : ઇનોવેશન એન્ડ ટેક્નોલોજી ફોર જેન્ડર ઇક્વાલિટી” છે.

21 મી સદીની મહિલાઓ કુશળ વહિવટકર્તા પુરવાર

ભારતના પ્રથમ નાગરિક તરીકે ગરિમામય પદે બિરાજમાન રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ છે. નર્મદા જિલ્લાની વાત કરીએ તો નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયતના અધ્યક્ષા પર્યુષાબેન વસાવા, જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા પ્રજાની જનસુખાકારી માટે મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવીને કુશળ વહિવટકર્તા પુરવાર થઈ રહ્યા છે.

નાંદોદ MLA ડો. દર્શના દેશમુખ

નર્મદા જિલ્લાનું ગૌરવ : દીકરી માનસી અને ફલક

દીકરીઓમાં સ્પોર્ટ્સ અને ફિટનેસનો જુવાળ જોવા મળી રહ્યો છે. નર્મદા જિલ્લા માટે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી ખાસ બની ગઈ છે કારણ કે, જિલ્લાની ગૌરવસમી 22 વર્ષીય માનસી એમ. વસાવા જેને મહારાષ્ટ્રના ડોમ્બિવલી ખાતે રાષ્ટ્રીયકક્ષાની રમતોત્સવમાં સિનિયર ગૃપ કેટેગરીમા ટ્રેમ્પોલીન જિમ્નાસ્ટિકમાં બ્રોન્ઝ અને ફલક સી. વસાવાએ પણ અંડર-14 ગ્રુપ કેટેગરીમાં મહારાષ્ટ્ર ખાતે યોજાયેલી ટ્રેમ્પોલીન જિમ્નાસ્ટિકમાં સિલ્વર પદક જીતીને રાજ્યભરમાં નર્મદા જિલ્લાને ગૌરવાન્વિત થવાનો અવસર પ્રદાન કર્યો છે.

માનસીની સંઘર્ષથી સુવર્ણ સફળતાની સફર

દીકરી માનસીની કહાની આંખો નમ કરનારી છે, પરંતુ સંઘર્ષથી “સુવર્ણ” સફળતાની આ સફર વિશે જાણ્યા બાદ સૌ કોઈ માનસીની દ્રઢ સંકલ્પશક્તિના ચાહકો બની જશે. નર્મદા જિલ્લાની દીકરી માનસીની આ સિદ્ધી રાજ્ય માટે પ્રેરણાદાયી બની રહેશે. આપવિતી જણાવવી મુશ્કેલ છે, પરંતુ ખરેખર અન્ય માટે પ્રેરણારૂપ બની રહેલી માનસીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે.

જિલ્લા બાળ સુરક્ષા કચેરી મારફતે માનસીને પાલક માતા-પિતા યોજના અંતર્ગત માસિક રૂ. 3000 ની સહાય મળી છે, રાજ્ય સરકાર દ્વારા પોતાની જવાબદારીઓ સુપુરે નિભાવવામાં આવી છે, પરંતુ માનસીની કંઈક કરવાની દ્રઢ સંકલ્પશક્તિ અને જુસ્સાએ માનસીને એક અલગ મુકામે લાવી પહોંચાડી છે. આજે માનસી નર્મદા જિલ્લાનું ગૌરવ બની ચૂકી છે. આ સફળતા આદિવાસી સમાજ માટે પણ અતિમહત્વપૂર્ણ અને ગૌરવાંવિત કરનારી છે. આદિવાસી સમાજની દીકરીઓ દરેક ક્ષેત્રમાં પોતાની સહભાગીતા નોંધાવી રહી છે તે સાચા અર્થમાં રાજ્ય સરકારની સાચી સફળતા છે.

કલેકટર શ્વેતા તિવેટીયા

નર્મદા જિલ્લાનો ખેલકૂદ ક્ષેત્રે સુવર્ણકાળનો શુભારંભ

આજે ખેલકૂદ ક્ષેત્રે ભારતનો સુવર્ણકાળ ચાલી રહ્યો છે, જ્યાં નર્મદા જિલ્લાની દીકરીઓએ પણ જિલ્લાને રમતક્ષેત્રે આગળ લઈ જવાની પ્રતિબદ્ધતા દેખાડી છે. તાજેતરમાં જ રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીએ નર્મદાના રમતવીરોની પ્રતિભાને પ્રદર્શિત કરવા રાજપીપલાની સ્પોર્ટ્સ સંકુલ ખાતે રૂ.10 કરોડના ખર્ચે નવનિર્મિત ડોરમેટરી ભવન અને સિન્થેટિક ટ્રેકની ભેટ આપી છે. બંને દીકરીઓએ પોતાની સફળતા પાછળ જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત-ગમત અધિકારી વિષ્ણુભાઈ વસાવા અને પોતાના ગુરુઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉપરાંત આ સ્પર્ધામાં યશ્વીબેન પટેલ અને રિધ્ધીબેન વસાવાએ પણ સિલ્વર પદક હાંસલ કરીને નર્મદા જિલ્લાને ગૌરવાંવિત થવાનો અવસર પ્રદાન કર્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!