Published by : Vanshika Gor
વડોદરાને આજે નવા મેયર મળ્યા છે. આજે સવારે સામાન્ય સભામાં મેયરની ચૂંટણી બાદ નિલેશ રાઠોડનું નવા મેયર તરીકેનું નામ જાહેર કરાયું છે. કોર્પોરેશનમાં સામાન્ય સભા પહેલા કોન્ફરન્સ રૂમમાં સંકલનની બેઠકમાં નિલેશ રાઠોડનું નામ જાહેર કરાયું છે. ઉલ્લેખનીય છે કે, કેયુર રોકડીયા ધારાસભ્ય બનતા મેયર પદ પરથી રાજીનામું આપ્યું હતું.

આજે સવારે પ્રદેશ નેતૃત્વ મેયરના નામનું મેન્ડેટ આપ્યું હતું. જેમાં સ્થાનિક સ્તરેથી ચાર નામ મોકલવામાં આવ્યા હતા. ચાર નામમાંથી નિલેશ રાઠોડના નામ પર મહોર લગાવવામાં આવી છે. વડોદરામાંથી નવા મેયરની પસંદગી તરીકે મનોજ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય, ચીરાગ બારોટ દંડક, નીલેશ રઠોડ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય, અલ્પેશ લીંબાચીયા શાસક પક્ષના નેતાના નામ મોકલાયા હતા.




