Published by : Rana Kajal
ભારત કૃષિ પ્રધાન દેશ છે. કૃષિ આપણા અર્થતંત્રનો મહત્વનો હિસ્સો છે. દુનિયામાં એક એવો દેશ છે જેણે દીવાલ પર ખેતી થાય છે. તેથી આ પ્રકારની ખેતીનો વ્યાપ હવે દુનિયામાં વધી પણ રહ્યો છે. અનોખી ખેતી કરનાર આ દેશનું નામ ઈઝરાયેલ છે. દીવાલ પર ખેતીની પદ્ધતિને વર્ટિકલ ફાર્મિંગ કહેવામાં આવે છે. ઈઝરાયેલમાં ખેતી લાયક જમીન ખુબ જ ઓછી છે. એટલે અહીં દીવાલ પર ખેતી કરવામાં આવે છે. ઈઝરાયેલી કંપની ગ્રીનવૉલના સંસ્થાપક ગાઈ બાર્ન્સના અનુસાર તેમની કંપની સાથે ગુગલ અને ફેસબુક જેવી મોટી કંપનીઓ પણ જોડાયેલી છે. જેના સહયોગથી વર્ટિકલ ફાર્મિંગ કરવામાં આવી રહ્યું છે.
વર્ટિકલ ફાર્મિંગમાં છોડને નાના-નાના એકમોમાં વહેંચવામાં આવે છે જેથી છોડ કુંડામાંથી બહાર ન પડી જાય અને આ વાસણોમાં સિંચાઈ માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. ઈઝરાયેલના સિવાય અમેરિકા, યુરોપ અને ચીનમાં વર્ટિકલ ફાર્મિંગ એટલે કે વૉલ ફાર્મિંગ ટેક્નિકનો વ્યાપ વધી રહ્યો છે. આ ખેતીનો સૌથી મોટો ફાયદો એ છે કે, દીવાલ પર છોડ લગાવવાથી ઘરનું તાપમાન નથી વધતું અને આસપાસના વાતાવરણમાં ભેજ રહે છે અને સાથે ધ્વનિ પ્રદૂષણ પણ ઓછું થાય છે.




