Friday, May 15, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratનૂરી કુંવર કિન્નર દાપુ તો માંગે છે, પરંતુ અબોલ પક્ષીઓ માટે...

નૂરી કુંવર કિન્નર દાપુ તો માંગે છે, પરંતુ અબોલ પક્ષીઓ માટે…

Published by : Rana Kajal

વાત કરીએ એક એવા કિન્નરની જે માત્ર દાપુ માંગવા માટે નહીં પરંતુ સમાજને કંઇક આપવા માટે પોતાનો હાથ ઉઠાવે છે… એક એવા કિન્નરની વાત જે કિન્નર માનવ જાતની સાથે અબોલ પક્ષીઓના માટે પણ કામ કરી રહ્યા છે. આ કિન્નર સુરત શહેરમાં અબોલ પક્ષીઓને ઉનાળામાં પાણીની તકલીફ ન પડે તે માટે કામ કરે છે.

આ કિન્નરનું નામ છે નૂરી કુંવર, નૂરી કુંવર પોતે એક કિન્નર છે… સુરતમાં આવેલા હિજડાવાડમાં નૂરી કુંવર રહે છે. નૂરી કુંવર કિન્નર હોવાથી દાપુ માંગીને પોતાનું ગુજરાન ચલાવે છે..તે કિન્નર ઘરે ઘરે જાય છે, પરંતુ દાપુ માંગવા માટે નહીં પરંતુ સમાજમાં જાગૃતતા સામે અબોલ પક્ષીઓ માટે કંઇક આપવા માટે જઈ રહ્યા છે… કિન્નરો દાપુ માંગીને કમાઈ ખાતા હોય છે… પરંતુ તેમના દ્વારા માંગવામાં આવેલા દાપુમાંથી થોડાક રૂપિયા બચાવીને તેઓએ આ કાળઝાળ ગરમીમાં અબોલ પક્ષીઓ માટે કંઇક કરવાનું વિચાર્યુ… મનુષ્ય ગરમીમાં ઠંડક મેળવવા માટે અનેક ઉપાયો કરે છે… ઉપરાંત મનુષ્ય બોલી શકે છે… તેથી તે પોતાને ગરમીથી બચાવવા માટે પાણી જેવી વસ્તુ માંગી શકે છે.. પરંતુ અબોલ પક્ષીઓ કોની પાસે ગરમીમાં પાણી માંગે તેથી આ કિન્નરોએ વિચાર્યું કે આપણે અબોલ પક્ષીઓને પીવા માટે પાણી મૂકવા માટેનું એક પાત્ર લઇને લોકોને આપીએ જેથી લોકો પોતાના વરંડા અથવા ટેરેસ ઉપર આ પાત્ર મૂકે તો અબોલ પક્ષીઓને પાણી મળી રહી છે…

નૂરી કુંવર અને તેમના સાથીઓ દ્વારા સમગ્ર સુરત શહેરમાં પાંચ હજાર જેટલા આવા પાત્રો વહેંચવા માટેની તૈયારી કરવામાં આવી છે… નૂરી કુંવર અને તેમની સાથેના કિન્નરો દ્વારા આ પાત્ર ઘરે ઘરે લોકોને પહોંચાડવામાં આવી રહ્યા છે… લોકોને ઘરે ઘરે આ પાત્રો આપ્યા બાદ તેની જાળવણી કેવી રીતે કરવી તે પણ નૂરી કુંવર અને અન્ય કિન્નરો સમાજવે છે… તેઓ કહે છે કે આ પાત્રમાં પાણી ભર્યા બાદ રોજ પાણીનો બદલાવ કરવો… બે દિવસમાં એક વખત આ પાત્રને રાખ અથવા તો લીંબુના છોડાથી ધોઈ નાંખવું… આ પાત્ર તેમણે માટીનું લીધું છે… માટીનો ઉપયોગ એટલા માટે કરવામાં આવ્યો કે માટી ઈકો ફ્રેન્ડલી છે… આ સાથે તેઓ 15 દિવસે લોકોના ઘરે જઈ તેઓ આ પાત્રનો ઉપયોગ કરે છે કે કેમ તે પણ જોવાનું કામ કરશે…

સુરતમાં રહેતા કિન્નર નૂરી કુંવરને આ વિચાર ક્યાંથી આવ્યો એ અંગે જ્યારે અમારી ટીમ દ્વારા તેમની સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમણે સમાજ માટે કંઇક કરી બતાવવાનો જુસ્સો બતાવ્યો હતો… તેમનું માનવું છે કે ભલે તે એક કિન્નર છે. પરંતુ તેઓ પણ માતાના ખોળેથી જન્મ લીધો છે.તેઓ લોકોને કહે છે કે જો તેઓ તેમની સાથે પ્રેમ રાખશે તો કિન્નરો પણ લોકોને પ્રેમ આપશે.આ કિન્નર આજે અબોલ પક્ષી માટે કામ કરી રહ્યા છે… અને સાથે સાથે તેઓ વિધવા અને અનાથ બાળકો માટે પણ સારુ એવુ કામ કરે છે…

આજે આ કિન્નર સમાજમાં એક નવો ચિલો ચીતરી રહ્યા છે.. કિન્નરો હંમેશા દાપુ માંગીને પોતાના જીવનનો ગુજારો કરતા હોય ત્યારે આજે કિન્નરો પણ સમાજ સેવાના કામથી સમાજમાં અનોખી સુવાસ પ્રસરાવવાનું કામ કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security