Published by : Vanshika Gor
દેશ વિદેશમાં ભગવાન હનુમાનની લોકપ્રિયતા અને તેથી ભક્તિ સતત વધી રહી છે હનુમાન ચાલસીનો વીડિયો યુટ્યુબ પર સૌથી વધુ પ્લે કરવામાં આવતો વીડિયો બની ગયો છે.એટલુજ નહિ પરંતું આટલા વ્યૂઝ મેળવનારો ભારતનો પહેલો વીડિયો બની ગયો આ વિડિયો T-Series પર 10 મે, 2011ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો.અત્યાર સુધીમાં 300 કરોડ એટલે કે 3 બિલિયનથી વધુ લોકોએ આ વીડિયો જોયો છે અને યુટ્યુબ પર આટલા વ્યૂઝ મેળવનારો આ ભારતનો પહેલો વીડિયો બની ગયો છે. નોંધનીય છે કે વીડિયોમાં ગુલશન કુમાર હનુમાન ચાલીસા ગાતા જોવા મળી રહ્યા છે અને કુલ 9 મિનિટ 41 સેકન્ડના આ વીડિયો છે જેમાં આખી હનુમાન ચાલીસાનો પાઠ ભક્તિ સાથે ગાવામાં આવી રહયો છે.
દિવસે દિવસે હનુમાન ચાલીસા ના વીડિયોની લોકપ્રિયતામાં ઍક ધારો વધારો થઈ રહ્યો છે.. વર્ષ 2021માં આ વીડિયોને 1 બિલિયન એટલે કે 100 કરોડ વ્યૂઝ મળ્યા હતા પણ 2023ની શરૂઆતમાં જ હવે આ વીડિયોને 3 બિલિયન એટલે કે 300 કરોડ વ્યૂઝ મળ્યા છે.
હનુમાન ચાલીસાના એ 9 મિનિટ 41 સેકન્ડના વિડીયોમાં ગુલશન કુમાર ‘હનુમાન ચાલીસા’ ગાતા જોવા મળે છે અને ગુલશન કુમારે વીડિયોમાં ચાલીસાની ચોપાઈઓનું વર્ણન કર્યું છે. એ સમયે ગુલશન કુમારને ભજન સમ્રાટ કહેવામાં આવતા અને વર્ષ 1983માં T-Seriesની સ્થાપના કરી હતી .જ્યારે ગુલશન કુમારે ટી-સિરીઝનો પાયો નાખ્યો હતો અને જ્યારે તેઓ સફળતા તરફ આગળ વધી રહ્યા હતા ત્યારે એમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તા 12 ઓગસ્ટ 1997નો દિવસ હતો જ્યારે 42 વર્ષીય ગુલશન કુમાર નમાજ પઢીને પોતાની કાર તરફ જઈ રહ્યા હતા ત્યારે કેટલાક લોકો આવ્યા અને ગુલશન કુમારના કપાળ પર રિવોલ્વર મૂકીને કહ્યું કે, ‘તમે અંહિયા પૂરતી પૂજા કરી લીધીહવે ઉપર જઈને કરો’ આમ કહેતાની સાથે જ એમને ગોળીબાર કર્યો અને ગુલશન કુમારનું મોત થયું હતું.