Thursday, May 14, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateMy Gujaratગુજરાતના શાંતિ ભર્યા વાતાવરણને ડહોળવાનો પ્રયાસ...

ગુજરાતના શાંતિ ભર્યા વાતાવરણને ડહોળવાનો પ્રયાસ…

Published By : Patel Shital

  • ખાલિસ્તાની આતંકવાદીઓની ગર્ભિત ધમકી “ઘરમાં રહો સુરક્ષિત રહો”
  • અમદાવાદમાં ચાલી રહેલ ટેસ્ટ મેચ વચ્ચે ખાલિસ્તાની આતંકવાદીઓની ધમકી

ગુજરાત રાજયમાં શાંતિ ભર્યું વાતાવરણ આતંકવાદીઓને આંખમાં ખુચતું હોય તેમ રેકોર્ડેડ ધમકી ભર્યા મેસેજમાં કહેવાયું, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલતી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ ક્રિકેટ મેચ જોવા જતા હોવ તો સાવધાન રહેજો. ખાલિસ્તાની આતંકીઓએ ગુજરાતના લોકોને ‘ઘરમાં રહો, સુરક્ષિત રહો’ના રેકોર્ડેડ મેસેજ કરીને ધમકી આપતો મેસેજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ટ્રેસ કરીને તેની જાણવા જોગ નોંધ કરી છે. ધમકીને લઈને બન્ને દેશના ખેલાડીઓ સહિત દર્શકોની સુરક્ષા પણ વધારી દેવાઈ છે. ક્રાઈમ બ્રાન્ચે આ ધમકીની સત્તાવાર નોંધ કર્યા બાદ રાજ્યની પોલીસને એલર્ટ પર રખાઈ છે. બન્ને દેશના વડાપ્રધાન અમદાવાદ સ્ટેડિયમમાં આવ્યા તે પહેલાં જ આવા રેકોર્ડેડ મેસેજ રાજ્યના અનેક લોકોને કરાયો હતો. અમેરિકા સ્થિત ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુના અવાજમાં રેકોર્ડ કરેલા મેસેજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ભડકાઉ ઉચ્ચારણો કરી ગુજરાતના લોકોને કહેવામાં આવ્યું છે, ‘ઘરમાં રહો, સુરક્ષિત રહો.’ આ આખો મેસેજ અંગ્રેજીમાં છે, જેને રાજ્યના અલગ અલગ જિલ્લાના લોકોને ફોન કોલ્સ દ્વારા સંભળાવવામાં આવી રહ્યો છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આવા એક મેસેજને ટ્રેસ કરીને તપાસ ચાલુ કરી ત્યારે આ મેસેજ પાકિસ્તાન બેઝ ખાલિસ્તાની ગ્રુપના લોકોનું ષડયંત્ર હોવાનું ખુલ્યું છે. આ મેસેજને સોશિયલ મિડિયાના માધ્યમથી પણ સ્પ્રેડ કરવામાં આવી રહ્યો છે. મેસેજમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનના નામ જોગ સંબોધન છે, જેના પગલે હવે બન્ને દેશના ખેલાડીઓ અને સ્ટેડિમમાં મેચ જોવા આવતા દર્શકોની સુરક્ષામાં વધારો કરી દેવાયો છે. નોંધવું રહ્યું કે ખાલિસ્તાનીઓને ISIS નો ટેકો છે તેથી ભારતની ચિંતામા વધારો થયો છે તેથી ધમકીને ગુજરાત પોલીસ ગંભીરતાથી લઈ રહી છે,  ચોટીલાથી માંડીને અમદાવાદ સુધીમાં ISIS ની વિચારધારાથી પ્રેરાઈ એટેક થઈ ચૂક્યા છે. સ્લિપર સેલ મેચ દરમિયાન કોઈ ઘટનાને અંજામ ન આપે તે માટે સુરક્ષા વધારાઈ છે. ખાલિસ્તાની આતંકીઓની ધમકી પછી એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ, ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગૃપે ગ્રાઉન્ડથી માંડીને સોશિયલ મિડિયા સુધીની વોચ વધારી દીધી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security