પ્રસિદ્ધ મંદીર અંબાજીમાં ભક્તોને પ્રસાદી તરીકે ચીક્કી જ આપવામા આવશે.એમ પ્રવકતા અને મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યુ હતુ.સમગ્ર દેશ વિદેશમાં લોકપ્રિય એવા અંબાજી મંદિરમાં ભક્તોને પ્રસાદી તરીકે ચીક્કી જ આપવામા આવશે.એમ પ્રવકતા અને મંત્રી ઋષિકેશ પટેલે પણ જણાવ્યુ હતુ દેશના 51 શક્તિપીઠોમાં સામેલ એવા અંબાજી મંદીરમાં પ્રસાદના વિતરણને લઈને માનાં ભક્તો નારાજ થયા છે. આ મામલે વિવિધ રાજકીય પક્ષોએ વિરોધ પણ કર્યો છે. આ સિવાય હવે વિશ્વ હિંદુ પરિષદ પણ આગળ આવ્યું છે
અંબાજીના મોહનથાળનો પ્રસાદ છેલ્લા 9 દિવસથી બંધ છે. વિશ્વ હિન્દુ પરિષદ સહિત વિવિધ સંગઠનો અને રાજકીય પક્ષો પણ પરંપરાગત મોહનથાળનો પ્રસાદ આપવાની પ્રથા ચાલુ રાખવાની માંગ કરી રહ્યા છે. જૉકે દોઢ વર્ષમાં મોહનથાળના પ્રસાદના ભાવમાં 150 ટકાનો વધારો થયો છે. ચિક્કીની સરખામણીમાં મોહનથાળના પ્રસાદની માંગ વધુ છે. પરંતુ કલેક્ટરે અચાનક જ મોહનથાળનો પ્રસાદ બંધ કરવાનો નિર્ણય લીધો હતો. કારણ કે ચીક્કીના પ્રસાદમાં નફો વધુ હતો. અંબાજી મંદિરમાં 25 રૂપિયામાં 4 ચિક્કીનું વિતરણ કરવામાં આવે છે. એટલા માટે લાભને જોતા મોહનથાળનો પ્રસાદ બંધ કરીને ચિક્કીનું વિતરણ કરવામાં આવે છે. જૉકે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મુદ્દે જણાવ્યું હતું કે અંબાજી સમગ્ર વિશ્વ માટે આસ્થાનું પ્રતિક છે.
કોવિડ દરમિયાન 1.25 કરોડ લોકોએ ઓનલાઈન દર્શન કર્યાં હતા અને ઓનલાઈન પ્રસાદ પણ ઓર્ડર કર્યાં રહ્યા હતા. લોકો ફરાળ દરમિયાન મોહનથાળ લઈ શકતા નથી તેવી માન્યતા હોવા છતાં પણ પ્રસાદ ચાલુ રાખ્યો હતો. મંદિર દ્વારા આપવામાં આવતો ચિક્કીનો પ્રસાદ 3 મહિના સુધી બગડતો નથી જ્યારે મોહનથાળને વધુ સમય સુધી રાખી શકાતો નથી. ફરાળમાં આ ખાસ ચિક્કી લઈ શકાય છે. દેશ વિદેશ મોકલે તો પણ ખરાબ નહીં થાય. જ્યારે મોહનથાળનો પ્રસાદ ખરાબ થઈ જાય છે. તેથી જ મંદિર દ્વારા ચિક્કીનો પ્રસાદ નક્કી કરવામાં આવ્યો છે અને હાલ પુરતું અંબાજીમાં ચિક્કીનો પ્રસાદ જ આપવામાં આવશે. એમ મંત્રીએ જણાવ્યુ હતુ.
યાત્રાધામ અંબાજીમાં પ્રસાદ વિવાદ થતા હવે ભાજપમાં પણ ભંગાણ સર્જાયું છે. ભાજપના ઉપપ્રમુખ સુનિલ બ્રહ્મભટે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે, ત્યારબાદ હવે અંબાજી જિલ્લા ભાજપ મહિલા મોરચાના સભ્યએ રાજીનામું આપી દીધું છે. ભાજપના કારોબારી સભ્ય નીરૂબહેન દવેએ રાજીનામું આપ્યું છે. મોહનથાળનો પ્રસાદ ગત સપ્તાહથી બંધ છે અને તેને ફરી શરૂ કરવાની માંગ સાથે રાજીનામું આપ્યું છે.




