Published by : Rana Kajal
- મિથાઈલ આઈસો બ્યુટાઈલ કેટોન કેમિકલના જથ્થા સાથે ત્રણ ઈસમો ઝડપાયા
- પોલીસે ૮૩૦ કિલો કેમિકલનો જથ્થો અને ટેમ્પો સહીત બે ટેન્કર મળી કુલ ૫૮.૭૯ લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી
ઝઘડિયા GIDCમાં આવેલ ઇવોનીક કંપની સામે આરતી કંપનીના પાર્કિંગમાં ટેન્કરમાંથી એ.આઈ.બી.કે. કેમિકલ સગેવગે કરતા ટેન્કર ચાલક સહીત ત્રણ ઈસમોને પોલીસે કુલ ૫૮.૭૯ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
ઝઘડિયા GIDC પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ઝઘડિયા GIDC માં આવેલ ઇવોનીક કંપની સામે આરતી કંપનીના પાર્કિંગમાં અલગ અલગ ટ્રાન્સપોર્ટના ટેન્કરોના ચાલકો કંપનીના સીલ તોડી કેમિકલ સગેવગે કરી રહ્યા છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે ટેન્કર નંબર-જી.જે.૧૨.બી.વાય.૬૩૭૦ને ટેન્કર નંબર-જી.જે.૧૨.બી.વાય.૬૪૦૨ની આગળ આળસ કરી તેમાંથી ટેમ્પો નંબર-જી.જે.૦૫.સી.યુ.૮૪૨૭માં પ્લાસ્ટિકના કેરબા ભરતી વેળા રંગે હાથ ઝડપી પાડ્યા હતા પોલીસના દરોડાને પગલે એક ટેન્કર ચાલક ફરાર થઇ ગયો હતો જયારે પોલીસે સ્થળ પરથી ૬ પૈકી પાંચ કેરબામાં ભરેલ ૮૩૦ કિલો કેમિકલનો જથ્થો અને બે ટેન્કર તેમજ ટેમ્પો મળી કુલ ૫૮.૭૯ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને યુપીના પુઆરીકલા ગોસાઈકાપુરાના ટેન્કર ચાલક અનીલ લાલચંદ વર્મા તેમજ પ્રકાશ ભુરાલાલ ખટીક,જગદીશચંદ્ર ભુરાલાલ ખટીકને ઝડપી પાડ્યો હતો જયારે અન્ય ચાલકને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ કેમિકલ ગાંધીધામ કંડલાથી ભરી ઝઘડિયા જી.આઈ.ડી.સી.ની લેન્સેક્ષ કંપનીમાં ઠલવાય તે પહેલા જ સગેવગે કરવામાં આવ્યું હતું.