Published by : Rana Kajal
અંબાજીમાં પ્રસાદ વિવાદનો આખરે સરકારની મધ્યસ્થી બાદ અંત આવ્યો છે. અંબાજીમાં મોહનથાળના પ્રસાદનું વિતરણ ચાલુ રાખવામાં આવ્યું છે. આજે ગાંધીનગરમાં અંબાજી મંદિર ટ્રસ્ટના સભ્યોની ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની સાથે બેઠક મળી હતી. જે પછી આ વિવાદનો અંત આવ્યો છે અને મોહનથાળના પ્રસાદ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આમ અંબાજીમાં મોહનથાળ અને ચીકી બંને પ્રસાદનું વિતરણ કરાશે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું કે…મોહનથાળમાં ફૂગ આવવાની ફરિયાદ હતી.આમ ગુણવતા ના કારણે નિર્ણય લીધો હતો. આમ, મોહનથાળના પ્રસાદની ક્વોલિટીમાં સુધારો કરવામાં આવશે. ભક્તો અને હિંદુ સંગઠનો દ્વારા મોહનથાળનો પ્રસાદ બંધ કરવાને લઇને છેલ્લા થોડા દિવસથી વિરોધ કરતા હતા. જેનો આજે અંત આવ્યો છે.