Published by : Vanshika Gor
વડોદરામાં કોરોના પોઝિટિવ એક મહિલાનું શંકાસ્પદ મોત થયું હતું. આ મહિલાનું મોત H3N2 વાયરસનાં કારણે થઈ હોવાની આશંકા છે. વડોદરા એસ.એસ.જી. હૉસ્પિટલ ખાતે ગત તા. 11 ના રોજ એક 58 વર્ષીય મહિલા ખાનગી લેબોરેટરીમાં રિપોર્ટના આધારે ઇન્ફ્લુએન્ઝા વાયરસ સાથે દાખલ થયા હતા. તેઓની સારવાર ચાલી રહી હતી દરમિયાન તેઓનું ગતરોજ મૃત્યુ થયું હતું. દાખલ થયેલ મહિલા હાઇપર ટેંશનના દર્દી હતા.
વડોદરામાં 58 વર્ષિય મહિલાનું સયાજી હોસ્પિટલના કોવિડ આઇસોલેશન વોર્ડમાં શંકાસ્પદ મોત થતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે. સુરત બાદ વડોદરામાં H3N2થી મોત થયું હોવાની શંકા સેવાઇ રહી છે. વડોદરાની આ મહિલાનું ખરેખર H3N2થી મોત થયું છે કે કેમ? તે જાણવા માટે તેના બ્લડ સેમ્પલો ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવ્યા છે. આ અંગે વડોદરાની સયાજી હોસ્પિટલના RMO ડો. ડી.કે. હેલૈયાએ જણાવ્યું હતું કે, દર્દી 11 માર્ચના રોજ એક મહિલાને સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જેની સારવાર આપવામાં આવી હતી. જેનું આજે સયાજી હોસ્પિટલમાં મોત થયું છે. ડેથ રિવ્યુ કમિટી મોતનું કારણ જાણીને જાહેર કરશે. તેઓએ એમ પણ જણાવ્યું હતું કે હાલની તમામ સ્થિતિને પહોંચી વળવા અમે સજ્જ છે અને સ્ટાફ પણ અનુભવી થઇ ગયો છે જેથી કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળીશું પરંતુ લોકોએ પણ સોશયલ ડિસ્ટન્સ, માસ્ક અને સૅનેટાઇઝરનો ઉપયોગ અચૂક કરવો અને જો શરદી ખાંસી કે અન્ય તાવની ફરિયાદ હોઈ તો તુરત જ ચકાસણી કરાવી લેવી હિતાવહ છે. અને તબીબની સલાહ લઈને યોગ્ય ઈલાજ કરવો જરૂરી છે.




