વાગરાની સાયખા જી.આઈ.ડી.સી.માં આવેલ સિદ્ધાર્થ એન્જીનીયરીંગ કંપનીમાંથી રૂ. 2.1 લાખની કિંમતનો પાઈપની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા. જો કે પોલીસે ગણતરીના સમયમાં 6 ઈસમોને ઝડપી પાડ્યા હતા.
વાગરાની સાયખા જી.આઈ.ડી.સી.માં સિદ્ધાર્થ એન્જીનીયરીંગ કંપની આવેલ છે જે કંપનીને ગત તારીખ-૧૫મી ઓગસ્ટના રોજ તસ્કરોએ નિશાન બનાવી હતી તસ્કરોએ કંપનીમાં પ્રવેશ કર્યો હતો અને કન્ટેનરમાં રહેલ એમ.એસ.ના ૩૧ નંગ પાઈપ કિંમત રૂ. ૨.૦૧ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. તે દરમિયાન વાગરા પોલીસે પીક અપ ગાડી નંબર-જી.જે.૨૩.વી.૩૮૦૬ને પકડી પાડી તેમાં તપાસ કરતા તેમાંથી ચોરી થયેલ મુદ્દામાલ કબજે કર્યો હતો અને આછોદ ગામના એરટેલ ટાવર પાસે રહેતો ફૈસલ ઇકબાલ પટેલ, હિફ્જુલ રહેમાન યાકુબ કોંગો, ઈશ્વર મનુ રાઠોડ, નીલેશ રમેશ વસાવા અને અનીલ રમેશ રાઠોડ તેમજ જયેશ રતિલાલ વસાવાને ઝડપી પાડ્યો હતો. તેઓએ કંપનીમાંથી આ મુદ્દામાલની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.