Published by : Rana Kajal
- બેન્ડ બાજા અને બારાત ઉપરાંત લગ્ન પ્રસંગ અંગે થતા અન્ય ખોટા ખર્ચા કરવામાં આવતા નથી.
આજના આ યુગમાં જ્યારે લગ્ન પ્રસંગમાં લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે ત્યારે ગુજરાત રાજયના છોટાઉદેપુર તાલુકામાં આવેલ એક ગામમાં વડીલોએ બનાવેલ સામાજિક કાયદાઓનું પાલન જુવાનિયા કરે છે. મોબાઈલના અને આધુનિક ફેશનના આ યુગમાં મલાજા ગામના યુવાનો ખર્ચ વગર સાદાઈથી લગ્ન કરે છે. ગુજરાતમાં આવેલ મલાજા ગામમા લગ્ન અંગે કોઇ મુર્હૂત જોવામાં આવતુ નથી તેમજ વર્ષોથી બિનજરૂરી ખર્ચ પર પ્રતિબંધ છે. આ બધું એક પરંપરાના ભાગરૂપે થાય છે છોટાઉદેપુર તાલુકામાં આવેલા મલાજા ગામમાં મુખ્યત્વે આદિવાસી લોકો વસે છે. અંદાજે 3500 લોકોની વસતિ છે જ્યાં લગ્નપ્રસંગમાં કોઇ ખોટા ખર્ચ કરવામાં આવતા નથી. તેમ છતાં ચાર કે પાંચ દિવસ લગ્ન પ્રસંગ યોજાય છે.




