Published by : Rana Kajal
અંકલેશ્વરના ઉમરવાડા અને પાનોલી જી.આઈ.ડી.સી.ને જોડતા નવ નિર્મિત બ્રિજની કામગીરી પૂર્ણ થયા બાદ આજરોજ અંકલેશ્વર કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી તેને શરુ કરવાની માંગ કરાઈ
અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ શરીફ કાનુગા સહિતના કોંગ્રેસના આગેવાનોએ આજરોજ અંકલેશ્વર પ્રાંત અધિકારીની કચેરી ખાતે એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણવ્યા અનુસાર અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા-પાનોલી જી.આઈ.ડી.સી.ને જોડતા નવ નિર્મિત બ્રિજની કામગીરી છેલ્લા કેટલાક દિવસથી પૂર્ણ થઇ ગઈ છે તેમ છતાં તેના ઉદ્દઘાટનમાં ઉદાસીનતા જોવા મળી હોવા સાથે રાજકીય આગેવાનો પાસે બ્રિજને ઉદ્દઘાટન કરવામાં વિલંબ હોવાની ચર્ચાએ જોર પડ્યું છે ત્યારે આ બ્રિજની કામગીરી પૂર્ણ થવા છતાં તેને શરુ નહિ કરવામાં આવતા ઉમરવાડા,પાનોલી,રવીદ્રા સહિતના ગામના ગ્રામજનોને અગવડ પડી રહી હોવાના આક્ષેપ સાથે વહેલી તકે તંત્ર દ્વારા આ બ્રીજ શરુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.