Published By : Disha Trivedi
કહેવાય છે કે સુંદરતા જોનારની આંખોમાં હોય છે ! સુંદરતાની વ્યાખ્યા વ્યક્તિદીઠ અલગ હોય શકે.. જેમ કે માનસિક સુંદરતા, ગુણધર્મોની સુંદરતા, બુદ્ધિની સુંદરતા, માણસાઈની સુંદરતા…!
પરંતુ મોટે ભાગે શરીર અને ચેહરાની સુંદરતાને જ પ્રાધાન્ય આપવામાં આવતું હોય છે. ખાસ કરીને, ફિલ્મ અને મોડલિંગ જગતમાં તે ઘણું મહત્વ ધરાવે છે.
તો આવો જાણીએ, દક્ષિણ આફ્રિકાના કેપટાઉનની મોડેલ મારીકે આ વિશે શું અભિપ્રાય આપે છે…
તે કહે છે કે તેની સુંદરતાને કારણે ઘણા લોકો તેને ડ્રીંક, લંચ અને પાર્ટીઓની ઑફર કરે છે. જો તમે સુંદર છો તો તમને ઘણી વસ્તુઓ ફ્રીમાં જ મળી જતી હોય છે. અને તેમાં કાંઈ ખોટું પણ નથી. કારણ દરેક વ્યક્તિ પોતાને સુંદર ટકાવી રાખવા માટે પણ ઘણી મેહનત કરે છે.
સુંદરતાના કારણે એક બ્રાન્ડ કંપની તમને ઘણી બધી વસ્તુઓ મફતમાં મોકલે છે. બદલામાં તમારે માત્ર એ કંપનીને તમારા સોશિયલ મીડિયામાં શેર કરવાની હોય છે.
વધુમાં મોડલ ઉમેરે છે કે , હવે ફેશન ઉદ્યોગ બદલાય રહ્યો છે. સુંદરતાની સાથે વ્યક્તિત્વને પણ મહત્વ આપવામાં આવી રહ્યું છે.
હવેના લોકો એવા કલાકારો અને અભિનેતાઓમાં પણ રસ દાખવી રહ્યા છે જે માત્ર અભિનય જ નહિ અન્ય પ્રવૃત્તિઓમાં પણ રુચિ રાખે છે. આ ઉદ્યોગમાં વધતી ટ્રેન્ડ સરાહનીય છે.
ભારતીય મહિલાઓની વાત કરીએ તો, ભારતની મોટા ભાગની મહિલાઓ મોટાપાનો શિકાર થતી જાય છે. જે તેમની જીવનશૈલી અને રોજીંદા આહારને કારણે હોય શકે.
ઘણી મહિલાઓ સુંદર દેખાવા પોતાના હોઠ, નાક અને અનેક અંગોની મોટી કિંમત ચૂકવી સર્જરી કરાવતી હોય છે. પણ હવે યુગ બદલાય રહ્યો છે. તમારે માત્ર તમારું રૂપ નહીં વ્યક્તિત્વ નીખારવું પણ આવશ્યક છે.