Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateનકારાત્મક વિચાર અને એકલતાનું પરીણામ સાથેજ… નવરુ મગજ શયતાનનું ઘર...

નકારાત્મક વિચાર અને એકલતાનું પરીણામ સાથેજ… નવરુ મગજ શયતાનનું ઘર…

Published by : Vanshika Gor

  • ઍક પરણિત પુરુષે આડેધડ છરી વડે પાંચ વ્યક્તિઓ પર હુમલો કર્યો…ત્રણના મોત નીપજ્યા

મુંબઇના ગ્રાન્ટ રોડ વિસ્તારમા બનેલ ઍક હુમલાના બનાવે સમગ્ર મુંબઇ તેમજ કચ્છ પંથકને હચમચાવી દીધું છે.
આ બનાવમાં ઍક પરણિત પુરુષ સંતાનો નો પિતા પરંતું પત્ની અને સંતાનો વીના કામધંધા વગરનો આ પુરુષ અચાનક છરી વડે પાંચ પાંચ વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કરે છે ઝનુની હૂમલાના આ બનાવમાં પાંચ વ્યક્તિઓને ઇજા પહોંચે છે જે પૈકી ત્રણના મોત નિપજયા હતા.


મુંબઈના ગ્રાન્ટ રોડ (ઇસ્ટ) વિસ્તારમાં જાહેરમાં હત્યાનો બનાવ બન્યો જેમાં એક શખસ પોતાના પાડોશીઓ પર છરી લઈ તૂટી પડ્યો હતો. પાંચ જેટલા પાડોશીઓને છરીથી રહેંસી નાખ્યા હતા, જેમાંથી ત્રણ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે બે લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. આ આરોપી મૂળ કચ્છનો રહેવાસી હોવાનુ જણાયું.


તે હાલ પત્નીથી અલગ રહેતો હતો. ગ્રાન્ટ રોડ વિસ્તારમાં પાર્વતી મેન્સન નામના બિલ્ડિંગમાં રહેતા અને મૂળ કચ્છના સામખિયાળીના 54 વર્ષીય ચેતન રતનસી ગાલા નામના આધેડે કોઈ કારણસર ખુન્નસમાં આવી આડોશપાડોશના લોકો પર છરી વડે ઘાતકી હુમલો કર્યો હતો. આ ચકચાર જગાવનાર ઘટનામાં 5 જેટલી વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી
જેમાંથી 3 વ્યક્તિનાં મોત થયાં હતાં…., જ્યારે 2 વ્યક્તિને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. આ અંગે ગ્રાન્ટ રોડ (ઇસ્ટ) પોલીસે ગુનાની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીની અટકાયત કરી લીધી હતી. બનાવના પગલે મુંબઇ સાથે સમગ્ર કચ્છ-વાગડમાં ચકચાર પ્રસરી છે.


જાણવા મળેલી માહિતી મુજબ, આરોપી ચેતન ગાલાની પત્ની છેલ્લા બે માસથી ગૃહકંકાસના કારણે ઘટનાસ્થળ નજીકની પન્નાલાલ ટેરેસ બિલ્ડિંગમાં તેમનાં સાસુ સાથે રહે છે. આરોપી ત્રણ પુત્રી અને એક પરિણીત પુત્રના પિતા છે. આરોપી માનસિક બીમાર નથી પરંતું કદાચ તેને ઍવી શંકા હતી કે આરોપીને શંકા હતી કે આડોશી પાડોશી તેની પત્ની અને બાળકોને કાન ભભેરણી કરી ચઢાવતા હતા તેથી તેને એકલવાયું જીવન જીવવું પડે છે હાલ તે કામ-ધંધા વગરનું જીવન જીવતો હોવાનુ અને તેના નાના ભાઈએ જૈન દીક્ષા અંગીકાર કરી હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસે હાલ આરોપીની અટક કરી ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!