Published by : Rana Kajal
ગુજરાત રાજયના સહકારી ક્ષેત્રમાં ભાજપનું વર્ચસ્વ વધતું જાય છે તો કોગ્રેસનો ભારે રકાસ થઈ રહયો છે. નોંધવું રહ્યું કે ભરૂચ જિલ્લા સહીત રાજ્યની લગભગ તમામ સહકારી સંસ્થાઓનો મુખ્ય આધાર ગ્રામ્ય વિસ્તાર છે એક સમય એવો હતો કે જ્યારે કોંગ્રેસ ગ્રામ્ય વિસ્તારમા છવાયેલી રહેતી હતી. પરંતુ હવે કોંગ્રેસે ગ્રામ્ય વિસ્તારમા પણ વર્ચસ્વ ગુમાવ્યું હોવાનુ જણાઈ રહ્યું છે. આ અંગે વિગતે જોતા ઍક સર્વે મુજબ રાજ્યની મુખ્ય 360 સહકારી સંસ્થાઓ પૈકી 302માં ભાજપની સત્તા છે. જ્યારે માત્ર 44 સહકારી સંસ્થાઓમા કૉંગ્રેસ છે. જ્યારે 14 સંસ્થાઓમાં હાલ વહીવટદારનું સાશન છે.રાજ્ય સ્તરની સહકારી સંસ્થાઓ હોય કે જિલ્લા સ્તરની સહકારી બેંકો, દૂધ સંઘો હોય, એ.પી.એમ.સી હોય કે સહકારી વેચાણ સંઘો હોય આ તમામ સહકારી સંસ્થાઓમાં ભાજપનું વર્ચસ્વ વધતું જાય છે.




