Published by : Rana Kajal
- મોટી સંખ્યામાં હરિભક્તોએ મોબાઈલની ફ્લેસ લાઈટથી ડો.જ્ઞાનવત્સલ સ્વામીનું સ્વાગત કર્યું
અંકલેશ્વરના ગાર્ડન સીટી ગરબા ગ્રાઉન્ડ ખાતે લાઈફ ઇસ બ્યુટીફૂલ વિષય પર ડો.જ્ઞાનવત્સલ સ્વામીનું પ્રવચન યોજાયું હતું
મોટીવેશનલ સ્પીકર તરીકે જાણીતા ડો.જ્ઞાનવત્સલ સ્વામીનું અંકલેશ્વર જે.સી.આઈ,રોટરી લાયન્સ અને સાબરકથા અરવલ્લીના સંયુક્ત ઉપકમે અંકલેશ્વરના ગાર્ડન સીટી ગરબા ગ્રાઉન્ડ ખાતે લાઈફ ઇસ બ્યુટીફૂલ વિષય પર પ્રવચનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડો.જ્ઞાનવત્સલ સ્વામીનું આગમન થતા સૌ કોઈ હરિભક્તોએ મોબાઈલની ફ્લેસ લાઈટથી ભવ્ય સ્વાગત કર્યું હતું.

આ પ્રવચનમાં સ્વામીજીએ લાઈફ ઇસ બ્યુટીફૂલ વિષપ પર સુંદર પ્રવચન આપી સૌ કોઈને જીવનનું મુલ્ય સમજાવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્વામી નારાયણ સંપ્રદાયના સંતો અને પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસીયા,અંકલેશ્વર નગર પાલિકા પ્રમુખ વિનય વસાવા, કારોબારી અધ્યક્ષ સંદીપ પટેલ, એ.આઈ.એસ.પ્રમુખ જશુ ચૌધરી તેમજ લઘુભારતીના રાષ્ટ્રીય અધ્યક્ષ બલદેવ પ્રજાપતિ સહીત મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
