Published by : Rana Kajal
રાજ્યમાં અને ખાસ કરીને ઓદ્યોગિક ક્ષેત્રે વિકાસ પામેલ ભરૂચમા વિકટ બેકારીની સમસ્યા હોવા છતાં તેમજ રાજયના જુદા જુદા જિલ્લાઓમા પણ બેકારીની સમસ્યા હોવા છતા સેન્ટ્રલ પ્લેસમેન્ટ અંગેના આયોજનનો લાભ કેમ ઓછો લેવાઈ રહયો છે . તેના કારણો તપાસવા રહ્યાં.. આવા પ્લેસમેન્ટમા રૂ 2.62લાખ થી રૂ 10લાખ સુધીના પેકેજ ઓફર કરવામાં આવે છે. તેમ છતાં આ પરિસ્થિતી છે. સૌ પ્રથમ ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા રાજયના વિવિધ સ્થળે યોજાયેલ પ્લેસમેન્ટ અંગેની કાર્યવાહીનું ચિત્ર જોતા આ વર્ષે 80624 વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયુ હતું . માત્ર 16793 વિધાર્થીઓ હાજર રહ્યા હતા જે પૈકી 14104 વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા હતા.આ વર્ષે 757 કંપનીઓ પ્લેસમેન્ટ પક્રિયા માં સામેલ થઈ હતી. પ્લેસમેન્ટ કેમ્પમાં આઇટી, બેન્કિંગ, ફાઇનાન્સ, કેમિકલ, ફાર્મા, ઈન્સ્યોરન્સ, મિકેનિકલ અને સર્વિસ તેમજ અન્ય સેક્ટરની કંપનીઓ ઉપસ્થીત રહી હતી.