Published by : Rana Kajal
અસ્મિતા વિકાસ કેન્દ્રમાં મનો દિવ્યાંગ બાળકોના ચેકઅપ માટે મેડિકલ કેમ્પનું આયોજન વડોદરાની દિયા કે .પટેલ દ્વારા કરવામાં આવ્યું. દિયા, નીતાબેન અને કલ્પેશભાઈ પટેલની દીકરી છે, જે હાલ એમ.બી.બી.એસ નો અભ્યાસ અમદાવાદમાં કરી રહી છે. તેના સ્વ. પુજ્ય નાના શ્રી હીરુભાઈ પટેલનો જન્મદિવસ હોવાથી આ આયોજન કરાયું હતું.
હિરુંભાઈ પટેલે અસ્મિતા વિકાસ કેન્દ્રમાં ટ્રસ્ટી અને પ્રમુખ તરીકેની સેવાઓ ખુબ સરસ રીતે આપેલી છે. દિયા નાની હતી ત્યારથી આ સંસ્થામાં આવતી હોવાથી તેનો આ દિવ્યાંગ બાળકો પ્રત્યે એક ભાવ રહ્યો છે. જેથી તેણે તેના અમદાવાદના કોલેજના વિદ્યાર્થીઓ તથા વડોદરા અને અમદાવાદની વિવિધ હોસ્પિટલોમાં કાર્યશીલ ડોક્ટરની ટીમનો સંપર્ક કરી મેડિકલ કેમ્પ માટેનું આયોજન કર્યું હતું.
આ કેમ્પમાં ડો. પ્રતીક્ષા બાલત (સાયકોલોજીસ્ટ ), જનરલ ફિઝિશિયન ડોક્ટર્સ ડો. મૌલિક ઠાકર, ડો. ધ્રુમિલ ઝવેરી, ડો. દેવ પાંધી, ડો.શોર્ય બાલત, તથા ડો. ઉત્સવ પટેલ(કાર્ડીઓલોજી), ડૉ.અશેષ પટેલ (સર્જન, ઓપ્પથામોલોજી ભરૂચ), ડૉ.અંકિત ચૌહાણ (ઓક્યુપેશનલ થેરાપીસ્ટ) તેમજ NHL કોલેજ અમદાવાદ, PSMC કૉલેજ આણંદ ના મેડિકલના વિદ્યાર્થી ઓએ સેવા આપી હતી. અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાના મનો દિવ્યાંગ બાળકોને ભાવપૂર્વક તપાસ કરી હતી તેમજ બાળકો સાથે રહી ને પૌષ્ટિક ભોજન સાથે આનંદ પ્રમોદ પણ કરાવ્યો હતો.આ પ્રસંગે શ્રી હિરુભાઇ પટેલના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથે અમારા સંસ્થાના સ્થાપક શ્રી પ્રવીણભાઈના દીકરા નમનભાઈના જન્મદિનની પણ ઉજવણી સાથે મળી કરી હતી.