Published by : Rana Kajal
17 વર્ષ જૂના ઉમેશપાલ હત્યાકાંડ કેસમાં આજે પ્રયાગરાજની MP-MLA કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે IPC કલમ 364-A હેઠળ અતીક સહિત 3 આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યા છે.અતીક અહેમદ સહિત ત્રણ આરોપીઓને દોષિત ઠેરવ્યા છે અને તેમને આજીવન કેદની સજા ફટકારી છે. આ અપહરણ કેસમાં કોર્ટે અતીક અહેમદ ઉપરાંત સોલત હનીફ , દિનેશ પાસીને પણ દોષિત ઠેરવ્યા છે. કોર્ટે ત્રણેયને એક-એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
ઉમેશ પાલ અપહરણ કેસમાં પ્રયાગરાજની કોર્ટે 10માંથી 7 આરોપીને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. અતીકનો ભાઈ અશરફ પણ તેમાં સામેલ છે. અતીક ઉપરાંત ખાન સૌલત અને દિનેશ પાસીને પણ કોર્ટે દોષિત જાહેર કર્યા છે. જેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે તે લોકોનાં નામ- અશરફ ઉર્ફે ખાલિદ અઝીમ, ફરહાન જાવેદ ઉર્ફે બજ્જુ, આબિદ, ઈસરાર, આશિક ઉર્ફે મલ્લી, એજાઝ અખ્તર છે. જજ દિનેશ ચંદ્ર શુક્લાની કોર્ટમાં સજા પર સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે.