Published By : Patel Shital
કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ફરી એકવાર રાજકીય નિવૃત્તિના સંકેત આપતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.
હાલમાં જ કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીએ મતદારોને એવું જણાવ્યું હતુ કે ચૂંટવા યોગ્ય લાગે તો જ મત આપજો. ગડકરીના આવા નિવેદનમાંથી બે સંકેત મળી રહ્યા છે. સૌપ્રથમ તો કેન્દ્રમાં ગડકરીના અન્ય નેતાઓ સાથે મતભેદ હોય શકે છે. તો બીજી બાજુ 2024ની લોકસભાની ચૂંટણીમાં કદાચ ભાજપ ગડકરીને ટિકિટ ન આપે તે હોય શકે છે. તે સાથે ગડકરીની નજીકના લોકોના જણાવ્યાં મુજબ ગડકરી હવે પોતાના અંગત કામોમાં વધુ સમય આપવા ઈચ્છી રહ્યા છે. તો હજી એક વર્ગ એવો પણ છે કે જેઓ કહી રહ્યા છે કે ગડકરી રાજકીય સન્યાસ નહીં લે. અત્રે નોંધવું રહ્યું કે કેટલાક સમયથી વડાપ્રધાન મોદી અને ગડકરી વચ્ચે અંતર વધી ગયુ હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું તેવા સમયમાં વિદર્ભ વિસ્તારમાં વર્ચસ્વ ધરાવતા અને RSS ની નજીકના નાગપુરના સંસદ નીતિન ગડકરીની ભાજપની કેન્દ્રિય ઉમેદવાર પસંદગી સમિતિમાંથી બાદબાકી થઇ જતા વડાપ્રધાન મોદી અને ગડકરી વચ્ચેનું અંતર રાજકીય ખાઈમાં પરિણમ્યું હતું. આવી રાજકીય પરિસ્થિતિમાં વિદર્ભના નેતા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી રાજકીય સન્યાસ લે તેવી અટકળો વધુ તેજ બની ગઇ છે.