Published by : Rana Kajal
- દાંડિયા બજાર સ્થિત અંબાજી મંદિર ખાતે ભક્તોની ભીડ
આજરોજ ચૈત્રી નવરાત્રીની આથમ નિમિત્તે ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ ચૈત્રી નવરાત્રીનો આજે ધાર્મિક મહાત્મ્યની દ્રષ્ટીએ વિશેષ દિવસ અટેલે આઠમ .હિંદુ ધર્મ શાસ્ત્રમાં ચૈત્રી નવરાત્રીનું અનેરું મહાત્મ્ય દર્શાવવામાં આવ્યું છે. ચૈત્રી નવરાત્રી દમિયાન મંદિરોમાં ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પવિત્ર ચૈત્રી નવરાત્રી તેના અંતિમ ચરણમાં છે આજરોજ ચૈત્રી નવરાત્રીની આઠમ નિમિત્તે ભરૂચ જીલ્લામાં ભક્તો માઈ ભક્તિમાં લીન બન્યા હતા.

ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ અંબાજી મંદિર ખાતે સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ શીશ ઝુકાવી માતાજીની આરાધના કરી ધન્યતા અનુભવી હતી. તો હવન,બજન કીર્તન અને પ્રસાદીના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા.