Published by : Vanshika Gor
વડોદરામાં નવાપુરા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી છે. આગ કાબુ બહાર જતા બાજુમાં આવેલા ફ્લેટમાં પ્રસરી છે. નવાપુરા વિસ્તારમાં આવેલ શ્રીનાથપુરમ રેસીડેન્સી ફ્લેટમાં આગના ધુમાડા પ્રસરી જતા લોકોને ગુંગડામણ થવાનું શરુ થયુ હતુ. જો કે ફાયર વિભાગની ટીમ દ્વારા ફ્લેટના રહીશોને બહા કાઢી લેવામાં આવ્યા છે. વડોદરા ફાયર દ્વારા ચારે તરફથી ગોડાઉન પર પાણીનો મારો ચલાવવામાં આવી રહયો છે.
વડોદરામાં નવાપુરા વિસ્તારમાં ગોડાઉનનું ઓપન કેમ્પસ હતુ તેમાં આગ લાગી હતી. આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. થોડી વારમાં ગોડાઉનમાં લાગેલી આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી દીધુ હતુ. ગોડાઉનને અડીને જ કેટલાક ફ્લેટ આવેલા છે. ત્યારે શ્રીનાથપુરા નામનો એક ફ્લેટ ભીષણ આગની ચપેટમાં આવી ગયો હતો. આગ એટલી ભયાનક હતી કે બ્રિગેડ કોલ જાહેર કર્યો છે.આગ એટલી ભીષણ હતી કે ફાયરબ્રિગેડે ચારે તરફથી આગનો મારો ચલાવ્યો હતો. સાથે જ જે લોકો ફ્લેટમાં ફસાયેલા હતા તે તમામને બહાર કાઢી લેવામાં આવ્યા હતા.