Published By:- Bhavika Sasiya
ભરૂચ પંથકમાં પણ યુવતીઓની છેડતી તેમજ અન્ય બનાવો બની રહ્યા છે. તે ઉપરાંત ગંભીર બનાવો પણ બનતા હોય યુવતીઓએ સ્વ રક્ષણ માટે સક્ષમ બનવાની જરૂર ઉભી થઈ છે.
મુશ્કેલીના સમયમાં જિલ્લાની યુવતીઓ સ્વ રક્ષણ કરી શકે તે માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો લીના પાટીલના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત મહિલા સશક્તિકરણના ઍક ભાગ રૂપે રાઈફ્લ ફાયરીંગની તાલીમ આપવામાં આવશે.15 થી 25 વર્ષની વય ધરાવતી યુવતીઓ આ ટ્રેનીંગ નો લાભ લઇ શકશે. જે માટે તા 11એપ્રિલ સુઘી SP કચેરીના વહીવટી શાખામા નામ નોંધાવવાના રહેશે. જિલ્લા પોલીસ વડા ડો લીના પાટીલના જણાવ્યા મુજબ આ ટ્રેનીંગ યુવતીઓ માટે ખુબ જરૂરી હોય આ તક નો લાભ લઇ લેવા અપીલ કરી હતી.




