Published By : Disha PJB
- સુરતમાં ડોગ બાઈટના વધતા બનાવોથી લોકોમાં રોષ !
આખા રાજ્યમાં રખડતા પશુઓનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. તેવામાં સુરત શહેરમાં સતત શ્વાનના કરડવાના બનાવો સામે આવી રહ્યા છે. સુરતના વેસુ વિસ્તારમાં કેટલાક લોકોએ શ્વાનને બિસ્કિટ ખવડાવી રહેલી મહિલા અને તેના પુત્રને ધક્કે ચઢાવાયા છે, સાથે જ શ્વાનના બચ્ચાને પણ દંડાથી ફટકાર્યો.
શ્વાનના બચ્ચાઓની માતા મૃત્યુ પામી હોવાથી બચ્ચાઓની સંભાળ રાખવા જીવદયા પ્રેમી માતા-પુત્ર તેમને જમાડી રહ્યા હતા. ત્યાંજ કેટલાક સ્થાનિકો આ જોઈને રોષે ભરાયા હતા. હાલ આ વિડીયો સોશિયલ મોડિયામાં વાઇરલ થયો છે.
જોકે વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, અન્ય એક વ્યક્તિ હાથમાં ડંડો લઈને પણ જોવા મળી રહ્યો છે.અને જેમાં માતા-પુત્રને અપશબ્દો પણ બોલવામાં આવી રહ્યા છે. બાદમાં શ્વાનના બચ્ચાને પણ દંડાથી ફટકારવામાં આવે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર , છેલ્લાં 40 દિવસમાં ત્રણ ના ભોગ શ્વાને લીધા છે.ત્યારે ત્રણ પૈકી બે બાળકો જીવ ગુમાવી ચૂક્યાં છે. છતાં શ્વાનનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. દિવસે દિવસે નાના બાળકોથી મોટા ઉંમરના લોકોને શ્વાનો બચકા ભરી રહ્યા છે.
માત્ર બાળકો જ નહીં, પુખ્તવયના નાગરિકોને શ્વાન કરડી જવાના કેસોમાં પણ વધારો જોવા મળ્યો છે. 10 દિવસ પેહલા જ કતારગામના વેડ રોડ વિસ્તારમાં એક વ્યક્તિને બે વખત શ્વાને બચકા ભરતા તે વ્યક્તિ બીમાર થઈ ગયો હતો અને તેમનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ જ ડરના કારણે જીવદયા પ્રેમી માતા-પુત્ર અને સ્થાનિકો વચ્ચે મામલો ગંભીર બન્યો હોય શકે…
ઇનપુટ – જયેન્દ્ર પાંડે, સુરત.