Published by : Rana Kajal
જમ્મુ કાશ્મીર કે જ્યાં સતત આતંકીઓ પોતાના ઈરાદાઓને અંજામ આપવાના પ્રયત્નમાં રહેતા હોય છે જો કે સેના દ્રારા સતત તેઓ સામે સતત વોચ રાખીને કાર્યવાહી કરવામાં આવે છે, પરંતું તાજેતરની વાત કરીએ તો આજરોજ તા 5એપ્રિલ ના રોજ બારામૂલામાંથી બે આતંકવાદીઓ ખૂખાર ફરાર થયાની માહિતી… આ સંવેદન શીલ બનાવ અંગે મળતી જાણકારી મુજબ બારામુલ્લામાં દારૂની દુકાનમાં વિસ્ફોટમાં સામેલ બે આતંકવાદીઓ આજરોજ બુધવારે સવારે પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયા હતા. પોલીસે મે 2022માં બંનેની ધરપકડ કરી હતી. બંને ફરાર આતંકવાદીઓ લશ્કર-એ-તૈયબા માટે કામ કરતા હતા.આ ફરાર થયેલા આતંકવાદીઓની ઓળખ મરૂફ નઝીર સોલેહ અને શાહિદ શૌકત બાલા તરીકે થઈ છે. પોલીસે બંનેની ધરપકડ કરવા માટે ચક્રોગતિમાન કર્યા છે આ સાથેજ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે જેથી લોકો સતર્ક રહે. પોલીસ દ્વારા કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવેલ છે. તો બીજી આ અંગે જવાબદાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે….