Published by : Vanshika Gor
ક્રિકેટ અને બૉલીવુડનો નાતો પહેલા થી જ જૂનો અને જાણીતો રહેયો છે.ગઈકાલે બોલિવૂડ કિંગ શાહરૂખ ખાન કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં મેચ જોવા માટે પહોંચ્યા હતા. શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન પણ તેની મિત્ર શનાયા કપૂર સાથે જોવા મળી હતી. શાહરૂખ ખાન સાથે જુહી ચાવલા પણ જોવા મળી હતી, બંને સ્ટાર્સ તેમની ટીમ KKR ને સપોર્ટ કરવા પહોંચ્યા હતા.
કોલકાતા નાઈટ રાઈડર્સે ગઈકાલની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચ જીતી લીધી હતી, જીત બાદ મેદાન પર જે જોવા મળ્યું તેણે કેટલાક ચાહકોનું દિલ જીતી લીધું હતુ. વિરાટ કોહલી બોલિવૂડના ‘પઠાણ’ શાહરૂખ ખાન પાસેથી ગ્રાઉન્ડ પર ‘ઝૂમે જો પઠાણ’ ગીત પર ડાન્સ સ્ટેપ શીખ્યતો જોવા મળ્યો હતો. આ વીડિયો જોઈને કેટલાક લોકોએ શાહરૂખ અને વિરાટના વખાણ કર્યા હતા.