Published By : Patel Shital
- જો કે તા. 9 એપ્રિલથી રાજ્યમા કાળઝાળ ગરમીના પ્રારંભની આગાહી…
ભરૂચ જિલ્લા સહિત સમગ્ર રાજયના વાતાવરણમાં પલટાવો જણાઈ રહ્યો છે. રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ક્યારેક માવઠું તો ક્યારેક વાદળછાયું વાતવરણ જણાઈ રહ્યું છે. તેમ છતાં આ દિવસોમાં પણ સરેરાશ ગરમીનો પારો 37 ડિગ્રી કરતા વધુ જણાઈ રહ્યો છે.
હવામાનની દ્વષ્ટિએ ભરૂચ જિલ્લા સહિત ગુજરાત રાજ્યમાં કયારે શું થાય તે કહેવાય નહીં તેવી પરિસ્થતિ જણાઈ રહી છે. માર્ચ માસના દિવસોમાં અને એપ્રિલ માસના શરૂઆતના દિવસો દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કમોસમી વરસાદ માવઠું થયુ હતું. તો કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા હતા. ભરૂચ જિલ્લામાં પણ પાલેજ અને તેની આજુબાજુના ગામોમાં કરા પડ્યા હતા. તે સાથે આજે સમગ્ર ભરૂચ જિલ્લામાં વાદળછાયું વાતવરણ છવાયેલું છે. ત્યારે હવામાન ખાતાની આગાહી મુજબ આવતી કાલ તા. 9 એપ્રિલ થી રાજ્યમાં કાળઝાળ ગરમીની શરૂઆત થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.