Published by : Rana Kajal
- 31માર્ચ 2025 સુઘી અમલમાં રહેશે…
આગામી તા 15 એપ્રિલથી રાજયમાં નવા જંત્રી દરો લાગુ કરવા અંગે સરકારે જાહેરાત કરેલ છે. ત્યારે સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવા અંગે ફ્રેંકિંગ મશીન પદ્ધતિ આવનાર તા 31માર્ચ સુઘી અમલમા રહેશે તેવી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે..અત્રે નોંધવું રહ્યું કે જુદા જુદા કારણોસર સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવા માટે ફ્રેકિગ મશીન પદ્ધતિ આવનાર તા 30 જૂનથી બંધ કરવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતું વિવિઘ બેંક એસિસિયેશનો દ્વારા રજૂઆત કરવામાં આવતા હવે રાજ્ય સરકારે પોતાના નિર્ણયમા ફેરફાર કર્યો છે તેથી હવે તા 31માર્ચ 2025સુઘી ફ્રેકીંગ મશીનથી સ્ટેમ્પ ડયુટી ચૂકવી શકાશે.