Published By : Patel shital
દેશના જુદા જુદા વિસ્તારોમાં વંદે ભારત ટ્રેનો દોડી રહી છે. સાથે જ આ ટ્રેનો પર થતા પથ્થરમારાના બનાવો સામે રેલ્વે વાડ બનાવી રહી છે ત્યારે આવનાર દિવસોમાં ટૂંકા રૂટો માટે 8 ડબ્બાની મિનિ વંદે ભારત ટ્રેનો શરૂ કરવામાં આવશે. રેલ્વે સૂત્રોના જણાવ્યાં અનુસાર વંદે ભારત ટ્રેનોની યોજનાને અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત થઈ રહી છે. આ પરિસ્થિતિ વચ્ચે કેટલાક વિસ્તારોમાં વંદે ભારત ટ્રેનો પર થયેલ પથ્થરમારાના બનાવો અંગે વાડ બાંધવાની યોજના પણ અમલમાં છે ત્યારે આવનારા દિવસોમાં ટૂંકા રૂટો માટે મિનિ વંદે ભારત ટ્રેનોની યોજના રેલ્વે દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ ટ્રેનો 8 ડબ્બા ધરાવતી હશે. તેમજ હાલની યોજના મુજબ કુલ 64 આવી મિનિ વંદે ભારત ટ્રેનો દોડાવવાની યોજના ઘડવામાં આવી છે. 200થી 350 કિલોમીટર વચ્ચેના શહેરોને મિનિ વંદે ભારત ટ્રેનો જોડે તેવી યોજના તૈયાર કરવામાં આવી છે. જે અંગે ચેન્નાઇ સ્થિત કોચ ફેક્ટરીને ટ્રેનો તૈયાર કરવા જણાવી દીધું છે એમ રેલ્વે તંત્રના સૂત્રોએ જણાવ્યું હતુ.




