Published by : Rana Kajal
- તાઇવાનના પ્રમુખની યજમાની કરનાર તમામ પર ચીને પ્રતિબંધ લાદ્યો….
તાઇવાન અને ચીનની દુશ્મની ચરમ સીમાએ પહોંચી ગઈ છે. તે એટલે સુધી કે તાઇવાન પ્રમુખની યજમાની કરનાર અમેરિકી સંસ્થાઓ પર ચીને ખુબ આકરા પ્રતિબંધ લાદી દીધા છે. તાઇવાનના પ્રમુખ ત્સેઇ ઈન – વેન અમેરિકાના પ્રવાસે ગયા હતા. અમેરિકાના વિવિઘ કક્ષાના જવાબદારોએ વિયેતનામના પ્રમુખની મુલાકાત લઈ ચર્ચા કરી હતી. તેથી ચીન અકળાઈ ગયુ હતુ. ચીન તાઇવાનને પોતાનો જ વિસ્તાર માને છે. તેથી વખતો વખત અમેરિકા અને અન્ય દેશો સાથે ઘર્ષણ પણ થયા છે ત્યારે તાઇવાન પ્રમુખની હાલની અમેરિકાની મુલાકાતના પગલે અમેરિકી હાઉસ સ્પીકર મેકાર્થીએ મુલાકાત આપી તેથી પણ ચીન ધુઆપુઆ થઈ ગયું હતું. તેમજ રોનાલ્ડ રીંગન લાયબ્રેરી અને તાઇવાન પ્રમુખને જેણે એવોર્ડ આપ્યો તે હડસન ઇન્સ્ટીટ્યુટ પર પણ ચીને પ્રતિબંધ મુકી દીધો છે.