Published by : Vanshika Gor
ગુજરાતમાં વધુ એક સરકારી નોકરીની ભરતી બહાર પાડવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટમાં ઢગલાબંધ જગ્યાઓ ખાલી પડી છે. આ માટે એપ્લિકેશન મંગાવવામાં આવી છે. hc-ojas.gujarat.gov.in પર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ ગુજરાત હાઈકોર્ટમાં કુલ 1499 પદ માટે ભરતી કરવામાં આવનાર છે. પટાવાળા, ચોકીદાર, વોટર સર્વર્સ, લિફ્ટમેન, હોમ એટેન્ડન્ટ જેલ વોર્ડર્સ અને સફાઈ કામદારો સહિત વિવિધ 1499 ખાલી રહેલી પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરાઈ છે. જે ઉમેદવાર આ પોસ્ટ માટે અરજી કરવા માંગે છે, તે લોકો માટે આ રહી સમગ્ર ડિટેઈલ્સ.
ગ્રુપ 4 હેઠળ આવતી આ જગ્યાઓ પર નોકરી કરવા રસ ધરાવતા ઉમેદવારો એપ્લિકેશન ફોર્મ ભરીને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ લાયકાત પૂર્ણ કરેલી હોવી આવશ્યક છે, જેમાં ઉંમર, શૈક્ષણિક લાયકાત અને અન્ય સ્પેશિફીકેશનનો સમાવેશ થાય છે. આ અંગે વધુ જાણકારી ઓફિશ્યલ વેબસાઇટ hc-ojas.gujarat.gov.in પરથી મેળવી શકે છે.
પટાવાળા, ચોકીદાર, વોટર સર્વર્સ, લિફ્ટમેન, હોમ એટેન્ડન્ટ જેલ વોર્ડર્સ અને સફાઈ કામદારો. હાલ ગુજરાત હાઈકોર્ટમાં પટાવાળાની ભરતીની નોટીફીકેશન બહાર પાડવામાં આવી છે, જે અંગે ગુજરાત હાઈકોર્ટ ટૂંક સમયમાં જ તેની સત્તાવાર વેબસાઈટ્સ hc-ojas.gujarat.gov.in અને gujarathighcourt.nic.in પર વધારે જાણકારી પબ્લિશ કરશે. અરજી કરનારા ઉમેદવારોએ ધોરણ-10 પાસ કરેલું હોવું જરૂરી છે.