Sunday, April 5, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeInternationalદેશનું પ્રથમ સાડી વોકથોન સુરતમાં...

દેશનું પ્રથમ સાડી વોકથોન સુરતમાં…

Published By : Patel Shital

  • 15,000 કરતાં વધુનુ રજીસ્ટ્રેશન…

    મીની ઈન્ડિયા કહેવાતા સુરત શહેરમાં રહેતી વિવિધ રાજયોની મહિલા પરંપરાગત સાડીમાં વોકથોન ઇવેન્ટમાં દેખાશે. દેશમાં આ પ્રથમ સાડી વોકથોન સાબિત થશે.

    સુરત મહાનગરપાલિકા અને સુરત સ્માર્ટ સીટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્રારા રવિવાર તા. 9 એપ્રિલના રોજ સવારે યોજાનારા સાડી વોકથોનમાં પંદર હજાર કરતા વધારે મહિલાઓએ રજીસ્ટ્રેશન કરાવી દીધું છે. જો કે સાડી વોકથોનમાં રજીસ્ટ્રેશન કર્યા વગર જ હજારો મહિલાઓ ઉમટી પડે તેવી શકયતાઓ જણાઈ રહી છે તેથી પાલિકાએ સાડી વોકથોનના સ્થળની આસપાસ વીસ જગ્યાએ પાર્કિગની વ્યવસ્થા ઉભી કરી છે. વીસ સ્થળે 4,000 ટુ વ્હીલર અને 2,000 ફોર વ્હીલર ગાડી પાર્ક કરી શકાશે.

    સમગ્ર દેશમાં પહેલી વખત મહિલાઓે માટે સાડી વોકથોનનું આયોજન કરવામાં આવ્યુ છે. સુરત મનપાની આ અનોખી પહેલમાં શહેરની હજારો મહિલાઓ સ્વયંભુ જોડાઇ રહી છે. મહિલાઓની સાથે શહેરની મોટી સંખ્યામા સેવાભાવી સંસ્થાઓે, મહિલાઓે સાથે સંકળાએલા સંખ્યાબંધ ગૃપ, વિવિધ સ્પોર્ટસ એસોશિએશન, શાળા, કોલેજ અને યુનિવર્સિટી સાથે સંકળાયેલી મહિલાઓે સાડી વોકથોનમાં જોડાવા જઇ રહી છે. સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ પર સાડી વોકથોન માટે અત્યાર સુધીમાં પંદર હજાર કરતા વધારે રજીસ્ટ્રેશન થઇ ગયુ છે. સાડી વોકથોન રવિવારે સવારે 6:30 કલાકે પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરુ થશે.

    આ ત્રણ કિલોમીટરની સાડી વોકથોન શરૂ થતા પહેલા સ્ટેજ પર દેશના તમામ રાજયની મહિલાઓ પરંપરાગત સાડી પરિધાન કરી પોતાના રાજયની પરંપરાને ઉજાગર કરશે. સાડી વોકથોન પોલીસ પરેડ ગ્રાઉન્ડથી પાર્લે પોઇન્ટ ફલાય ઓવર બ્રીજ થઇ પોલીસ પરેડ ગ્રાઉન્ડ પરત આવશે. સાડી વોકથોન માટે પાલિકાએ પુરતા પ્રમાણમાં પાર્કિગની વ્યવસ્થા રાખી છે. લોકોને પાલિકા દ્રારા નિયત કરવામાં આવેલા પાર્કિગમાં વાહનો મુકવા અપીલ કરવામાં આવી છે. વિવિધ પ્લોટની સાથે સ્ટ્રીટ પાર્કિગ સહિત 4,000 ટુ વ્હીલર અને 2,000 ફોર વ્હીલર વાહનો માટે વ્યવસ્થા થઇ ચુકી છે.

    મહિલાઓ માટે અલગ પાર્કિંગની વ્યવસ્થા કરેલ છે. ઉમરા પાર્ટી પ્લોટ, લુડઝ કોન્વેન્ટ સ્કુલ, મરઘા ઉછેર કેન્દ્ર, સુરત સિંચાઇ વિભાગ, અઠવા ચોપાટી પે એન્ડ પાર્ક, જીલ્લા સેવાસદન કેમ્પસ, અઠવા ઝોન ઓફિસ કેમ્પસ, અઠવા ઝોન ઓફિસ સામે પાલિકા સ્કુલ પરિસર, સરદાર બ્રીજની નીચે, અઠવા ગેટથી કલાસીક રેસ્ટોરન્ટ, સર્કિટ હાઉસ રોડ, કામનાથ મહાદેવ મંદિર પાસે, કેબલ બ્રીજ નીચે, ઇન્ડોર સ્ટેડીયમ નજીક, જોગર્સ પાર્કથી સાયન્સ સેન્ટર, મીશન હોસ્પિટલથી અઠવા ઝોન ઓફિસ રોડ, સરગમ શોપીગથી SVNIT, પાર્લે પોઇન્ટ ફલાય ઓવર બ્રીજ નીચે, જોગર્સ પાર્કથી ઇશ્વર ફાર્મ જંકશન.

    મહિલા સશક્તિકરણના ભાગરૂપે આયોજીત સાડી વોકથોનના આયોજન માટે સુરત મહાનગરપાલિકાના વિવિધ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. સાડી વોકથોન કાર્યક્રમના સંકલન અને સંચાલનની જવાબદારી ડેપ્યુટી કમિશનર સ્વાતી દેસાઇને સોંપવામાં આવી છે. રવિવારે પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર VIP વ્યવસ્થા સહિતની કામગીરી ડેપ્યુટી કમિશનર કમલેશ નાયક અને ધર્મેશ મિસ્ત્રીને સુપરત કરવામાં આવી છે. કાર્યક્રમ અને રૂટના સ્થળે આરોગ્યલક્ષી જવાબદારી ડેપ્યુટી કમિશનર આશીષ નાયકને સુપરત કરાઇ છે. સમગ્ર કાર્યક્રમ અઠવા ઝોનમાં હોવાથી માળખાગત સુવિધા સહિતની જવાબદારી ઝોનલ ચીફ ડી.એમ.જરીવાલાને સોંપાઇ હતી. કાર્યક્રમના સ્થળે પાર્કિગ સહિતની જવાબદારી એડી સીટી ઇજનેર ડી.એમ.ભગવાકરને સોંપવામાં આવી છે. આ ઉપરાંત વિવિધ આસી. કમિશ્નર, કાર્યપાલક ઇજનેર, આરોગ્ય અને નોન ટેક્નિકલ વિભાગના કર્મચારીઓને અલગ અલગ કામગીરી સોંપી જવાબદારી આપવામાં આવી છે.

    RELATED ARTICLES

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here

    - Advertisment -
    Google search engine
    100FansLike
    300FollowersFollow
    400FollowersFollow
    700SubscribersSubscribe

    Most Popular

    Recent Comments

    ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
    ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
    error: Content is protected !!
    Malcare WordPress Security