Published by : Vanshika Gor
પશ્ચિમ બંગાળના પ્રથમ ગવર્નર સી રાજગોપાલાચારીના પ્રપૌત્ર સી.આર.કેસવનએ કેસરીયું ધારણ કર્યું છે.એટલે કે તે ભાજપમાં જોડાયા છે. તાજેતરમાં કેસવને કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ હતું. આજે ભાજપમાં જોડાઈ ગયા બાદ કેસવને કહ્યું કે હું દુનિયાની સૌથી રાજકીય પાર્ટી ભાજપમાં મને સામેલ કરવા બદલ આભાર વ્યક્ત કરવા માગુ છું. ખાસ કરીને એ દિવસે જ્યારે આપણા પીએમ તમિલનાડુમાં છે.
પૂર્વ કોંગ્રેસ નેતાએ કહ્યું કે પીએમ મોદીની જન-કેન્દ્રીત નીતિઓ, ભ્રષ્ટાચારમુક્ત શાસન અને સુધારા-આધારિત સમાવેશી વિકાસ એજન્ડાએ ભારતને એક નાજુક અર્થતંત્રમાંથી દુનિયાની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવી દીધી છે. તેમણે કહ્યું કે હું પીએમના કાર્યોથી જ પ્રભાવિત થઈને ભાજપમાં જોડાયો છું.