Published by : Rana kajal
હવે કેરી પણ મળશે હપ્તામાં…. વેપારીની આ સ્કીમ સાંભળી ઉમટયા લોકો…કારમી મોંઘવારીના કારણે લોકો કેરી ખરીદવામાં નાણાકીય મુશ્કેલી અનુભવી રહ્યા છે પરંતું તે માટે પુણેના એક વેપારીએ નવો રસ્તો શોધી કાઢ્યો છે. હવે તેઓએ હપ્તે કેરી વેચવાનું નક્કી કર્યું છે. આલ્ફોન્સો કેરીની કિંમત ઘણી વધારે છે, તેથી શહેરના એક વેપારી ગુરુકૃપા ટ્રેડર્સ એન્ડ ફ્રુટ પ્રોડક્ટ્સના ગૌરવ સન્સે સમાન માસિક હપ્તા અથવા EMI પર કેરી આપવાનું નક્કી કર્યું છે.
હપ્તે કેરી વેચવાના નિર્ણય અંગે ગૌરવ જણાવે છે કે, જો રેફ્રિજરેટર અને એર કંડિશનર હપ્તા પર ખરીદી શકાય છે તો કેરી કેમ નહીં. દેવગઢ અને રત્નાગીરીની આલ્ફોન્સો (હાપુસ) કેરી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ હાલમાં છૂટક બજારમાં 800 થી 1300 રૂપિયા પ્રતિ ડઝનના ભાવે વેચાઈ રહ્યા છે. “સિઝનની શરૂઆતમાં ભાવ હંમેશા ખૂબ જ ઊંચા હોય છે. કોઈપણ રીતે અન્ય કેરીઓની સરખામણીમાં આલ્ફોન્સો ખૂબ જ મોંઘી હોય છે. ઘણી વાર લોકો આ કેરીને મોંઘા હોવાને કારણે ખરીદી શકતા નથી, તેથી વેપારીએ વિચાર્યું કે જો રેફ્રિજરેટર, એસી અને અન્ય ઉપકરણો EMI પર ખરીદી શકાય છે, તો કેરી કેમ નહીં? પછી તો દરેક વ્યક્તિ કેરી ખરીદી શકે છે.”
જૉકે ગ્રાહક પાસે ક્રેડિટ કાર્ડ હોવું જરૂરી છે. કેરીની ખરીદી પછી ખરીદીની રકમ ત્રણ, છ અથવા 12 મહિનામાં ભરવાની હોય છે, પરંતુ આ સ્કીમ ઓછામાં ઓછી 5,000 રૂપિયાની ખરીદી પર ઉપલબ્ધ છે. સન્સે ફાઇનાન્શિયલ ટેક્નોલોજી કંપનીના POS મશીનો ઇન્સ્ટોલ કર્યા છે, જે તેના ક્રેડિટ કાર્ડ્સ અને કેટલાક ડેબિટ કાર્ડ્સ પર બિલની રકમને EMIમાં કન્વર્ટ કરે છે. ભારતમાં હપ્તેથી કેરીનાં વેચાણની શરૂઆત થઈ છે ત્યારે હવે પછીના દિવસોમાં ભરૂચ જિલ્લામાં પણ હપ્તેથી કેરી મળે તેવી આશા ગ્રાહકો રાખી રહ્યાં છે..