Published by : Rana Kajal
આજે તા. 10 એપ્રિલના રોજ સમગ્ર વિશ્વમા હોમિયોપેથી દિવસની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર વિશ્વની જેમ ભરૂચ જિલ્લામાં પણ હોમિયોપેથી સારવાર ની લોકપ્રિયતા વધતી જાય છે. તેનુ મુખ્ય કારણ એ પણ છે કે હોમિયોપેથી સારવાર ની કોઇ ખાસ આડ અસર હોતી નથી. દર વર્ષે 10 મી એપ્રિલને વિશ્વ હોમિયોપેથી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને હોમિયોપેથીના સ્થાપક ડો. સેમ્યુઅલ હેનેમેનની જન્મજયંતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે સમગ્ર વિશ્વમાં લોકો હોમિયોપેથી દવાઓ પર વિશ્વાસ કરી રહ્યા છે અને તેના દ્વારા તેમની સ્વાસ્થ્ય સમસ્યાઓની સારવાર કરાવી રહ્યા છે.
લોકોનો તેના પર વિશ્વાસ એટલા માટે પણ છે કારણ કે તેની આડઅસર થવાની શક્યતાઓ ઓછી છે અને રિકવરીની શક્યતાઓ વધુ છે. હોમિયોપેથીની દવાઓ લાઇક ક્યોર લાઇકના સિદ્ધાંત પર આધારિત છે. હોમિયોપેથી ગ્રીક શબ્દ હોમિયો પરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ સમાન છે અને પેથોસનો અર્થ થાય છે પીડા અથવા રોગ…. હોમિયોપેથી સારવાર એ માન્યતા પર આધારિત છે કે દરેક વ્યક્તિના શરીરની અલગ અલગ લાક્ષણિકતાઓ છે અને તે મુજબ સારવાર કરવી જોઈએ. જર્મન ચિકિત્સક અને રસાયણશાસ્ત્રી સેમ્યુઅલ હેનેમેન દ્વારા આ સારવાર પધ્ધતિને વ્યાપક સફળતા પ્રાપ્ત કર્યા પછી હોમિયોપેથી સૌપ્રથમ 19મી સદીમાં પ્રસિદ્ધિમાં આવી. પરંતુ તેની ઉત્પત્તિ પૂર્વે 5મી સદીની છે એમ માનવામાં આવે છે….