Published by : Rana Kajal
યુપીના નોઇડાના ગાર્ડન ગેલેરિયા મોલમાં લોર્ડ ઓફ ધ ડ્રિંક્સ રેસ્ટો-બારનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં રામાનંદ સાગરના ટીવી શો રામાયણના દ્રશ્યો ચાલી રહ્યા હતા. રીમિક્સ-ક્લિપ ડ્રિંક પાર્ટીમાં સંગીત સાથે વગાડવામાં આવી રહી હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાઇરલ થતાં જ નોઈડા પોલીસે પોતે જ આ મામલે FIR નોંધી હતી.પોલીસે ગાર્ડન ગેલેરિયામાં લોર્ડ ઓફ ડ્રિંક્સ બારના કો-ઓનર અને તેમના મેનેજરની ધરપકડ કરી છે.
શ્રીરામ-રાવણ યુદ્ધના સીનનું કર્યું રીમિક્સ
દારૂની મહેફિલમાં લોકો ડાન્સ કરતા અને ગાતા જોવા મળે છે. તેમની પાછળ રામાયણ શોના શ્રી રામ-રાવણ યુદ્ધનું દૃશ્ય મોટા પડદા પર દેખાઈ રહ્યું છે. પાછળથી બંનેના ડાયલોગ આગળ-પાછળ ચલાવવામાં આવ્યા, સાથે જ ફાસ્ટ મ્યુઝિક પણ વાગતું રહ્યું.ડીસીપી નોઈડા શક્તિ અવસ્થીના જણાવ્યા અનુસાર, આ મામલે કાર્યવાહી કરતાં સેક્ટર 39 પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી. આ પછી કો-ઓનર માણેક અગ્રવાલ અને મેનેજર અભિષેક સોનીની ધરપકડ કરવામાં આવી છે, ત્રણેય સામે IPC કલમ 153A અને 295 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.




