Published by : Vanshika Gor
ભ્રષ્ટાચારની હદ હોય સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનએ બેદરકારી બધી હદ પાર કરી દીધી છે આજે બપોરે અચાનક ડામર દેખાતા રોડ પીગળી જતાં લોકોમાં ભારે આશ્ચર્ય થયું છે. લોકો આક્ષેપ કરી રહ્યાં છે કે રોડની કામગીરી નબળી છે તેના કારણે રોડ પીગળી ગયો છે. ગઈકાલે રાત્રે જ 200 ફુટનો રોડ બનાવવાની કામગીરી કરી હોય અને બપોરે વાહન ચાલકો વાહન પણ ન ચલાવી શકે તેવી રીતે ડામર બહાર આવ્યો છે તેના કારણે લોકો રોડ ની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરી રહ્યાં છે.
રોડ બનાવવાની કામગીરી 24 કલાકનો સમય થયો ન હતો તેમાં રોડ પર ડામર પીગળી જતાં વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી હતી અને થોડો સમય માટે રોડ વાહન વ્યવહાર માટે બંધ પણ કરી દેવામા આવ્યો છે. લોકો આક્રોશપૂર્ણ રીતે કહે છે કે રોડ બનાવવાની કામગીરી નબળી છે તેથી આવી સ્થિતિ ઉભી થઈ છે. કલાકોમાં જ ડામર પીગળી જતાં તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલ ઉઠી રહ્યાં છે. રોડ બનાવવામાં કામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તેનો પુરાવો સામે આવ્યો છે.