Published By : Patel Shital
- દેશમાં એક માત્ર કચ્છના રાજપરિવાર પાસે છે 1870 અને 1958ના સમયની બગી અને કાર…
- ગુજરાત અને તેમાં પણ કચ્છના રાજવીઓના તો ઠાઠ જ નિરાળો…
ગુજરાતના દરેક રાજવીઓ પોતાના વૈભવશાળી ઠાઠ અને રાજવી શૈલીની એક ઝાંખી પ્રજા સામે મૂકે છે. જેને જોવા માટે રાજ્યભરમાંથી લોકો એકઠા થાય છે. કચ્છમાં રાજાઓ જ્યારે હરવા ફરવા માટે જતા ત્યારે ખાસ પ્રકારની આગવી બગીનો ઉપયોગ કરતા એ બગીનું બેસ્ટ ક્લેક્શન કચ્છના રાજવી પાસે હજું પણ એ જ સ્થિતિમાં સચવાયેલું છે
અગાઉ રાજાશાહીના સમયમાં રાજાઓ હરવા ફરવા માટે અનોખી કાર રાખવાનો શોખ ધરાવતા હતા. જો કે આવી કાર સામાન્ય પ્રજા પાસે ન હતી. કચ્છના પૂર્વ બે રાજાઓની વિન્ટેજ કારને રોયલ ફેમિલી દ્વારા સાચવવામાં આવી છે. જેમાં મહારાવ પ્રાગમલજી બીજાની ફોર ઈન હેન્ડ હોર્સ કેરેજ અને મહારાવ પ્રાગમલજી ત્રીજાની Chevrolet Corvette Sports Roadster ને સાચવવામાં આવી છે. મહારાણીએ એનું અનાવરણ કર્યું હતું. વર્ષ 1870 અને 1958ના સમયની બગ્ગી અને કાર રિસ્ટોર કરવામાં આવી છે.