Published By:-Bhavika Sasiya
- ઈમેલ મળ્યા બાદ ખળભળાટ મચી ગયો…. શાળા ખાલી કરાવાઈ…. દિલ્હી ની ઇન્ડિયન પબ્લિક સ્કૂલને બોમ્બ થી ઉડાવી દેવાની ઇ મેઇલ પર ધમકી મળી હતી…
પોલીસના જણાવ્યા અનુસાર, સાદિક નગરની ઈન્ડિયન પબ્લિક સ્કૂલને સવારે 10.49 વાગ્યે એક ઈમેલ આવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેના પરિસરમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે. બાદ સાવચેતીના ભાગરૂપે શાળાને ખાલી કરાવવામાં આવી હતી. વીડિયોમાં સ્કૂલની બહાર મોટી ભીડ જોવા મળી રહી હતી, જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓના વાલીઓ ગેટ પર એકઠા થયા હતા. એક વાલીએ કહ્યું કે તેમને શાળા તરફથી તેમના બાળકોને ઘરે લઈ જવાનો મેસેજ આવ્યો હતો જૉકે આ પહેલીવાર નથી જ્યારે શાળા પ્રશાસનને બોમ્બની ધમકી મળી હોય. ગયા વર્ષે નવેમ્બરમાં એડમિનને એક અજાણ્યા વ્યક્તિ તરફથી આવો જ ઈમેલ મળ્યો હતો. જો કે તપાસમાં જાણવા મળ્યું કે તે નકલી ઈમેલ હતો. વરિષ્ઠ પોલીસ અધિકારી ચંદન ચૌધરીએ જણાવ્યું કે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્કવોડ સાથે તેમની ટીમો ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી.
બોમ્બની ધમકી મળતાં જ વાલીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. તેમને શાળા તરફથી સંદેશો મોકલવામાં આવ્યો હતો કે સુરક્ષા કારણોસર શાળા વહેલી બંધ કરવી પડશે. સંપૂર્ણ તપાસ બાદ ગુરુવારે શાળા ફરી શરૂ કરવામાં આવશે. પોલીસે જણાવ્યું કે, સલામતીના ભાગરૂપે તમામને પરિસરમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.