Published by : Rana Kajal
પુત્રના એન્કાઉન્ટર વચ્ચે અતીક પ્રયાગરાજ કોર્ટમાં હાજર થયો હતો તેવામાં વકીલોએ સૂત્રોચ્ચાર શરૂ કરતા વાતાવરણ વધુ ગરમાયું હતું. એક તબક્કે વકીલો અને પોલીસ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી.
ઉત્તરપ્રદેશના ઝાંસીમાં એકબાજુ અતીક અહેમદના પુત્ર અસદ અહેમદનું એન્કાઉન્ટર થયાના સમાચાર સામે આવ્યા છે ત્યાં બીજીબાજુ પ્રયાગરાજમાં ધુમાન ગંજ પોલીસ નૈની જેલમાંથી અતીક અહેમદ અને તેના ભાઈ અશરફને લઈને કોર્ટમાં પહોંચી છે. પોલીસ અહીં ઉમેશ પાલ હત્યા કેસમાં અતીક અને તેના ભાઈના રિમાન્ડ માગશે. અતીક અને અસરફની સુનાવણી હોવાથી પ્રયાગરાજ કોર્ટમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.અતીકને જોઈને વકીલોએ ત્યાં સૂત્રોચ્ચાર શરૂ કરી દીધો હતો. તેમને પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ હતી. કોર્ટ બહાર થયેલા હોબાળાના કારણે આરપીએફના જવાનોએ ચાર્જ સંભાળી લીધો છે.
અતીક અહેમદ અને અશરફ કોર્ટ પરિસરમાં પહોંચતાની સાથે જ પોલીસે ઘેરાબંધી કરીને સુરક્ષા વ્યવસ્થા કરી હતી. વકીલોને આગળ જતા રોકવામાં આવતા પોલીસ અને વકીલો વચ્ચે ઝપાઝપી થઈ હતી. વકીલોએ કહ્યું કે તેમને શા માટે રોકવામાં આવી રહ્યા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ધુમનગંજ પોલીસ રિમાન્ડ લેવા ઉપરાંત અતીક અને અશરફે પોલીસ કસ્ટડી રિમાન્ડ માટે પણ અરજી કરી છે. આ મામલે પણ સુનાવણી થવાની છે.
ધુમનગંજ પોલીસ બુધવારે સાંજે 6 વાગ્યે ઉમેશ પાલ મર્ડર કેસના આરોપી અતીક અહેમદને અમદાવાદની સાબરમતી જેલમાંથી નૈની જેલમાં લઈ ગઈ હતી. ધુમનગંજ પોલીસ મંગળવારે બપોરે 2 વાગ્યે અમદાવાદની સાબરમતી જેલમાંથી અતીક અહેમદને જેલ વાનમાં લઈને પ્રયાગરાજ જવા રવાના થઈ હતી. રસ્તામાં રાજસ્થાનમાં જેલ વાન બગડતા તેને અઢી કલાક રોકી દેવામાં આવી હતી.




