Published by : Vanshika Gor
ઉમેશ પાલ હત્યા કેસના આરોપી માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું. હત્યા પહેલા આતિકના ભાઈ અશરફે એક નામ જણાવ્યું હતું, તે નામ ગુડ્ડુ મુસ્લિમ હતું. અશરફ ગુડ્ડુ વિશે શું કહેવા માંગતો હતો, તે હજુ પણ પોલીસ માટે પહેલી છે. ગુડ્ડુ હજુ પોલીસની પકડમાંથી બહાર છે. તેની ધરપકડને લઈને યુપી એસટીએફ અલગ-અલગ રાજ્યોમાં દરોડા પાડી રહી છે.
ગુડ્ડુ મુસ્લિમ એ વ્યક્તિ છે જેણે માફિયા અતીક અને અશરફનું નેટવર્ક સંભાળ્યું હતું. ગુડ્ડુ મુસ્લિમ અતીકની ગેંગનો સૌથી વિશ્વાસુ સભ્યોમાંનો એક હતો. ગઈકાલે રાત્રે એવા અહેવાલો આવ્યા હતા કે ગુડ્ડુ મુસ્લિમ મહારાષ્ટ્રના નાસિકમાં છુપાયો છે. આ પછી પોલીસ નાસિક પણ ગઈ હતી. પરંતુ, સ્પષ્ટતા આપતા વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ કહ્યું હતું કે આ વાત સંપૂર્ણપણે પાયાવિહોણી છે. પોલીસ અન્ય એક કેસમાં નાસિક ગઈ હતી.
24 ફેબ્રુઆરીએ રાજુ પાલ મર્ડર કેસના મુખ્ય સાક્ષી ઉમેશની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કેસમાં ગુડ્ડુનું નામ સામે આવ્યું હતું. આ સાથે જ આ હત્યા કેસમાં અતીકની પત્ની શાઇસ્તાનું નામ પણ સામે આવ્યું છે. જોકે ઘટના બાદથી તે ફરાર છે.